તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સરકારી કર્મચારીઓની મનગમતી જગ્યાઓએ બદલી કરવાનું અશક્ય

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોક્કસ કારણો માટે બદલી કરાશે એવો સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

ગયા વર્ષે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લેતાં રાજ્યના સરકારી કર્મચારીઓની બદલી મોડેથી કરવામાં આવી હતી. આ જ રીતે આ વખતે નવા આર્થિક વર્ષમાં પોતાની ઈચ્છાની, મનગમતી જગ્યાઓ અથવા રહેવાસી જિલ્લાઓમાં બદલી કરવા મથામણ કરતા અનેક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ પ્રયાસ શરૂ કરી દીધા હતા.

જોકે બદલીઓ માટે પ્રયત્નશીલ આ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસ પર રાજ્ય સરકારે ઠંડું પાણી રેડી દીધું છે.હવે હાલના નવા આર્થિક વર્ષમાં ચોક્કસ કારણો માટે જ બદલી કરવામાં આવશે એવો નિર્ણય લેવાયો છે. આથી સાગમટે બદલીઓ નહીં કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

આ મુજબ ફક્ત નિમ્નલિખિત કારણો માટે જ સંબંધિત અધિકારીની બદલી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે નવો આદેશ સોમવારે જારી કર્યો હતો.કોરોનાની પાર્શ્વભૂમિમાં ગયા વર્ષે નિયોજિત થનારી એપ્રિલ અને મે મહિનાની સરકારી કર્મચારીઓની બદલીઓની પ્રક્રિયા જુલાઈ અને તે પછી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી હતી. આ વર્ષે પણ એપ્રિલ અને મે મહિનામાં ફરીથી કોરોનાનું સંક્રમણ મહારાષ્ટ્રમાં વધી જવાથી નિયોજિત કરવામાં આવનારી બદલીઓ નહીં કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

ત્રણ કારણો સિવાય બદલીઓ નહીં થાય
આ ત્રણ બાબતો અંતર્ગત બદલીઓ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ ત્રણ કારણો સિવાય કોઈ પણ સ્વરૂપમાં સાગમટે બદલીઓ નહીં કરવાનો રાજ્ય સરકારે સર્વ વિભાગોને આદેશ આપ્યો છે. આથી પોતાની મનગમતી જગ્યાઓમાં બદલીઓ કરવા ઈચ્છુક અધિકારીઓ અને કર્મચારીઓની ઈચ્છાઓ પર ઠંડું પાણી રેડાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...