ભાવ વધારો:મુંબઈમાં વેલેન્ટાઈન્સ વીકની અસર, ગુલાબના ભાવો વધારો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

7થી 14 ફેબ્રુઆરી દર વર્ષે વેલેન્ટાઈન્સ વીજ તરીકે મનાવવામાં આવે છે. આ અઠવાડિયું પ્રેમી યુગલો અને યુવાનો માટે મોટો ઉત્સવ સમાન હોય છે. આ સમયગાળામાં મનગમતી વ્યક્તિને ગુલાબ, ચોકલેટ, ભેટવસ્તુ અને અન્ય અનેક બાબતો થકી પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે.

આ વખતે વેલેન્ટાઈન્સ વીકની શરૂઆત સોમવારથી થઈ અને પહેલા જ દિવસે વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવાની યોજના બનાવનારા પ્રેમીઓના ખિસ્સા પર ગુલાબના ભાવ વધારાનો ફટકો પડ્યો હતો.વેલેન્ટાઈન્સ વીકને લીધુ ગુલાબની માગણીમાં વધારો થયો હોઈ લાલ ગુલાબનાં ફૂલના નંગ દીઠ રૂ. 20થી 25 બોલાય છે, જ્યારે અન્ય રંગનાં ગુલાબનાં ફૂલ રૂ. 30 સુધી વેચાઈ રહ્યાં છે. ગુલાબનાં ફૂલ અન્ય ફૂલોની તુલનામાં સુગંધી અને આકર્ષક હોવાથી તેની માગણી વધુ હોય છે.

ગયા વર્ષે કોરોનાને લીધે કોલેજ કટ્ટા, લોકલ, બસ સામાન્ય માણસો માટે બંધ હોવાથી વેલેન્ટાઈન્સ વીકમાં ગુલાબનાં ફૂલની માગણી નહોતી. આથી ગયા વર્ષે વેલેન્ટાઈન્સ વીક દરમિયાન લાલ ગુલાબનાં ફૂલ રૂ. 10થી 15, જ્યારે અન્ય રંગનાં ફૂલના રૂ. 20થી 25 બોલાતા હતા. જોકે આ વખતે કોલેજ કટ્ટા, લોકલ, પર્યટન લ્થળો વગેરે શરૂ થઈ ગયાં હોવાથી વેલેન્ટાઈન્સ વીકમાં ગુલાબની માગણીમાં વધારો થયો છે.

સોમવારે રોઝ ડે હતો, જે સમય ગુલાબનાં ફૂલનાં રૂ. 20થી 25 બોલાતા હતા, જ્યારે ગુલાબી, પીળા, કેસરી રંગનાં ફૂલ રૂ. 30 સુધી વેચાતા હતા. ગુલાબના ફૂલથી બનાવવામાં આવેલા નાના ગુચ્છાની કિંમત રૂ. 200, જ્યારે મોટા ગુચ્છાની રૂ. 400 બોલાતી હતી. વેલેન્ટાઈન્સ વીકમાં ગુલાબનાં ફૂલની માગણી ઓર વધે તો વેલેન્ટાઈન્સ ડે સુધી લાલ ગુલાબના ભાવ રૂ. 30 સુધી પહોંચી શકે છે, એમ ફૂલ વિક્રેતાઓનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...