તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • IMA Demands Revocation Of Operation Permission To Ayurvedic Doctors, If Notification Not Withdrawn, Dec. 11 Medical Service Closed In India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:આયુર્વેદિક ડોકટર્સને ઓપરેશનની પરવાનગી રદ કરવા IMAની માગ, અધિસૂચના પાછી નહીં ખેંચાય તો 11 ડિસે. ભારતમાં મેડિકલ સેવા બંધ

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આયુર્વેદના ડોકટરોને ઓપરેશન કરવા માટે આપેલી પરવાનગીના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (આઈએમએ) આંદોલન કરવાની ભૂમિકા લીધી છે. આ અધિસૂચના પાછી નહીં ખેંચવામાં આવે તો 11 ડિસેમ્બરના રાજ્ય સહિત ભારતમાં મેડિકલ સેવા બંધ કરવાનો ઈશારો આપ્યો છે.કેન્દ્રિય ભારતીય દવા પરિષદે (સેંટ્રલ કાઉન્સિલ ફોર ઈંડિયન મેડિસીન) મૂત્રરોગ, પેટ અને આંતરડાઓ, દંતરોગ, નેત્રરોગ સહિત 58 પ્રકારના ઓપરેશન આયુર્વેદના સર્જરી અને આ તંત્રના પોસ્ટગ્રેજ્યુએટને સ્વતંત્રપણે કરવાની પરવાનગી આપી છે.

આ ઓપરેશન આધુનિક દવાશાસ્ત્ર (એલોપેથી) નથી અને આયુર્વેદ છે એવો દાવો સીસીઆઈએમએ કર્યો છે. એને સંસ્કૃતના નામ પણ આપવામાં આવ્યા છે એવો વાંધો લીધો છે. એલોપેથીમાં એમબીબીએસના અભ્યાક્રમમાં સાડા ચાર વર્ષ શરીર રચનાશાસ્ત્ર, શરીરક્રિયા શાસ્ત્ર, શરીરના અનેક રાસાયણિક દ્રવ્યોનો અને તેમની ક્રિયા-પ્રક્રિયાનો અભ્યાસ કરતું શાસ્ત્ર, શરીરના અવયવોમાં રોગ થાય તો એમાં નિર્માણ થતી વિવિધ વિકૃતી અને ફેરફારનો અભ્યાસ કરનાર શાસ્ત્ર જેવા વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે.

એ પછી પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં નિષ્ણાત સર્જનોની માર્દર્શન હેઠળ ઓપરેશન કરવાની અનેક પદ્ધતિઓ, એમાં કૌશલ્યનો પરિપૂર્ણ અને સૂક્ષ્મ અભ્યાસ તથા પ્રેકટિકલ અનુભવ ત્રણ વર્ષ સુધી લે છે. એ પછી તેમને એમ.એસ.ની ડિગ્રી મળે છે. તેથી આયુર્વેદના વિદ્યાર્થીઓને આધુનિક દવાશાસ્ત્રનું શિક્ષણ આપવું તર્ક વિનાનું ગણાશે એવો મત આઈએમએએ રજૂ કર્યો છે.આયુર્વેદના આ પ્રસ્તાવિત અભ્યાસક્રમ પછી વૈદોને એમ.એસ. (માસ્ટર ઓફ સર્જરી) ડિગ્રી આપવામાં આવશે. એમ.એસ. ડિગ્રી ભારતમાં આજ સુધી ફક્ત એલોપેથીના ડોકટરોને આપવામાં આવે છે. આયુર્વેદના વિદ્યાર્થીઓને આ ડિગ્રી આપવાથી દર્દીઓમાં સારવાર લેતા સમયે દ્વિધા ઊભી થશે. તેથી આ ડિગ્રીના નામકરણનો પણ આઈએમએએ વિરોધ કર્યો છે.

સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધી સેવા બંધ
આ અધિસૂચના પાછી ખેંચવાની માગણી માટે રાજ્યમાં 8 ડિસેમ્બરથી મેડિકલ સ્ટુડન્ટસ નેટવર્ક, માર્ડ સહિત આઈએમએ શાંતીપૂર્ણ દેખાવો કરશે. અધિસૂચના પાછી ખેંચવામાં નહીં આવે તો 11 ડિસેમ્બરના સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધી અત્યાવશ્યક અને કોરોનાની સેવાને બાકાત રાખીને સમગ્ર દેશમાં અન્ય મેડિકલ સેવા બંધ રખાશે એમ IMAએ જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો