તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Illegal Huts Explode In Garden Space In Kashimira, Municipal Corporation Launches Massive Crackdown On Land Mafias

કાર્યવાહી:કાશીમીરામાં બગીચાની જગ્યામાં ગેરકાયદેસર ઝૂંપડાં ફૂટી નીકળ્યાં, ભૂમાફિયાઓ વિરુદ્ધ મહાપાલિકા દ્વારા વ્યાપક તોડકામ ઝુંબેશ અમલી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં પ્રશાસન દર્દીઓની સેવા અને રોગને નિયંત્રણમાં લાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા તેનો લાભ લઈને ભૂમાફિયાઓએ મીરા ભાયંદરમાં બગીચા માટે અનામત જગ્યા પર સેંકડો ઝૂંપડાં ઊભાં કરી દીધાં હતાં. મહાપાલિકા દ્વારા તેની સામે વ્યાપક તોડકામ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મીરા ભાયંદર મહાપાલિકાની હદમાં બગીચા માટેની અનામત જગ્યા પર અનધિકૃત રીતે ઊભાં કરવામાં આવેલાં ઝૂંપડાંઓ પર કડક પોલીસ બંદોબસ્તમાં કાર્યવાહી કરવામાં આવી. આ સમયે આશરે 300 ઝૂંપડાં જમીનદોસ્ત કરવામાં આવ્યાં છે.

અતિક્રમણ વિભાગના ડેપ્યુટી કમિશનર મારુતિ ગાયકવાડે તાજેતરમાં વોર્ડમાં અનધિકૃત બાંધકામોનો કયાસ મેળવ્યો હતો. આ સમયે અનધિકૃત બાંધકામો, અતિક્રમણ કરવામાં આવેલી ફૂટપાથ, ફેરિયાઓ, ગેરેજીસ, અનધિકૃત હોર્ડિંગ્સ, અનધિકૃત ઝૂંપડાં પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.આ મુજબ કાશીમીરા વિસ્તારમાં બગીચા માચે અનામત જગ્યા પર અનધિકૃત ઝૂંપડાંઓ પર શુક્રવારે જોરદાર તોડકામ કાર્યવાહી કરવામાં આવી.

છેલ્લા દોઢ વર્ષમાં કોરોનામાં પ્રશાસન વ્યસ્ત હતું તેનો લાભ લેતાં ભૂમિકાઓએ આ જગ્યાઓ પર મોટે પાયે ઝૂંપડાં બાંધી દીધાં હતાં. જોકે વોર્ડ અધિકારીઓએ તેની તરફ દુર્લક્ષ કર્યું હતું. ગાયકવાડે આ બાબતને ગંભીરતાથી લેતાં ઝૂંપડાંઓ પર વ્યાપક તોડકામ કાર્યવાહી કરાઈ. આ કાર્યવાહી સાથે ડેવલપમેન્ટ પ્લાન મુજબ 30 મીટર પહોળો રસ્તો અને દોઢ એકર જગ્યા અતિક્રમણ મુક્ત કરવામાં આવી હતી.

હવે દુર્લક્ષ કરે તેની પર કાર્યવાહી
આ સમયે મહાપાલિકાના અધિકારીઓ સહિત પોલીસ ડીસીપી, સ્થાનિક પોલીસ અધિકારી, કર્મચારીઓ અને મહારાષ્ટ્ર સુરક્ષા બળના જવાનોનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. ઝૂંપડાં તોડકામ દરમિયાન ભૂમાફિયાના માણસો કાર્યવાહી રોકે નહીં અને કોઈ હુમલો નહીં કરે તે માટે આ સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. હવે પછી વોર્ડમાં અનધિકૃત બાંધકામો પર ધ્યાન રાખવાની જવાબદારી જેમની પર હોય તે એન્જિનિયર અને બીટ ઈન્સ્પેક્ટર જો દુર્લભ કરશે તો તેમને જવાબદાર પકડીને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવો પ્રસ્તાવ રજૂ કરવાનો આદેશ ગાયકવાડે સંબંધિતોને આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...