કાર્યવાહી:પશ્ચિમ રેલવેની હદમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના સમયમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કરાયા હતાં

પશ્ચિમ રેલવેના ઉપનગરીય સ્ટેશનોની હદમાં ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 1172 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી કર્યા પછી ફરીથી ગેરકાયદે બાંધકામ ચાલુ જ છે. કોરોનાના સમયમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા એમ કાર્યવાહીમાં જણાયું હતું. રેલવેની હદમાં વિવિધ પ્રકારની ગેરકાયદે બાંધકામ ઊભા કરવામાં આવે છે. એમાં રહેવાસી ઝૂપડા, દુકાનો તથા અન્ય બાંધકામનો સમાવેશ હોય છે.

એક કે બે માળાની દુકાનો અને ઝૂપડાઓ ઊભા કરવામાં આવે છે. તેમ જ રેલવે પરિસરમાં જૂની ઈમારતોની આસપાસ ગેરકાયદે બાંધકામ કરીને રેલવેની જમીન હડપ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગેરકાયદે બાંધકામ ઊભા થવાથી ત્યાં અનધિકૃત પ્રવેશદ્વાર બનાવવામાં આવે છે. તેથી સ્ટેશનમાં પ્રવેશ કરવો અથવા પાટા ઓળંગવા સહેલું થાય છે. આવા બાંધકામ પર પશ્ચિમ રેલવેના સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. 2019-20માં 681 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

એ પછી કોરોનાના સમયમાં પણ ફરીથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા. એના પર કાર્યવાહી સિવાય બીજો વિકલ્પ નહોતો. 2020-21માં 257 અને 2021-22માં ઊભા થયેલા 234 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાની માહિતી અધિકારીઓએ આપી હતી.

મધ્ય રેલવેમાં પણ ગેરકાયદે બાંધકામ
મધ્ય રેલવેના ઉપનગરીય માર્ગ પરના મસ્જિદ રોડ સ્ટેશન, ભાયખલા, દાદર, સાયન, કુર્લા, વિક્રોલી, ઘાટકોપર, મુલુંડ, થાણે, કલવા, મુંબ્રા, દિવા, ડોંબીવલી, કલ્યાણ સહિત અન્ય કેટલાક સ્ટેશનોની હદમાં ગેરકાયદે બાંધકામ ઊભા થયા છે. એના પર કાર્યવાહી કરવામાં આવે છે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...