તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Illegal Construction Will Not Be Carried Out: Court Warns District Collector To Monitor Bhiwandi's Pimplas Village Premises

આદેશ:ગેરકાયદે બાંધકામ નહીં ચલાવાય : કોર્ટનો ઈશારો, ભિવંડીના પિંપળાસ ગામના પરિસરમાં દેખરેખ રાખવાનો જિલ્લાધિકારીને આદેશ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નિયોજન પ્રાધિકરણની પરવાનગી વિના જ ભિવંડી તાલુકાના પિંપળાસ ગામની 100 એકર જમીન પર ઊભું થયેલ ભૂમિવર્લ્ડ કમર્શીયલ કોમ્પ્લેક્સના અનિયમિત બાંધકામ પ્રકરણે અરજી કરનારાઓ અરજી આગળ લઈ જવા ઉત્સુક ન હોવાની ગંભીર નોંધ હાઈ કોર્ટે લીધી હતી. ઉપરાંત મુખ્ય સચિવને આ પ્રકરણે ધ્યાન આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. કેરળમાં ગેરકાયદે બાંધકામ પ્રકરણે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું ઉદાહરણ આપતા ગેરકાયદે બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં એવો ઈશારો કોર્ટે આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેરળના બાંધકામ વિસ્ફોટ દ્વારા પાડી નાખવામાં આવ્યા હતા. અરજદારની બદલાની ભાવનામાંથી આ બાંધકામ નિયમિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાનો સંશય કોર્ટે વ્યક્ત કર્યો હતો. આ પ્રકરણે પોતે અરજી દાખલ કરશે એમ સ્પષ્ટ કર્યું હતું. આદેશ આપવા છતાં આ પરિસરમાં બાંધકામ ચાલુ હોવાની બાબત અરજદારે આ સમયે કોર્ટના ધ્યાનમાં લાવી હતી. એની નોંધ લેતા મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે આ પરિસરમાં બાંધકામ બંધ રહે એના પર દેખરેખ રાખવાનો આદેશ પણ જિલ્લાધિકારીઓને આપ્યો હતો અને એનો અહેવાલ રજૂ કરવાનું બજાવ્યું હતું. સુનાવણીના સમયે પણ ગ્રામપંચાયત, શહેર નિયોજન વિભાગ અને જિલ્લાધિકારીની પરવાનગીથી આ પ્રકલ્પનું બાંધકામ કર્યાનો અને તેથી આ બાંધકામ ગેરકાયદે ન હોવાનો દાવો ડેવલપર તરફથી કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...