તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહાપાલિકાનાં કોરાના અંગેનાં ધોરણોનો IIT અભ્યાસ કરશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણોમાં ખામી હોય તો ત્રીજી લહેરમાં સુધારીને ઉપાયયોજના કરાશે

કોરોનાના સમયમાં છેલ્લા બે વર્ષમાં મુંબઈ મહાપાલિકાએ જે નવા નવા ધોરણો અમલમાં મૂક્યા એનો ઈંડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઈ દ્વારા અભ્યાસ કરવામાં આવશે. આ ધોરણો યોગ્ય હતા કે, એમાં કોઈ ત્રુટિઓ રહી ગઈ હતી કે નહીં એનો અભ્યાસ કરવામાં આવશે. એના લીધે કોરોનાની ત્રીજી લહેર આવે તો એ ત્રુટિઓ સુધારીને એ અનુસાર ઉપાયયોજનાઓ કરવામાં આવશે.

કોરોનાનું સંક્રમણ અંકુશમાં લાવવા માટે મુંબઈ મહાપાલિકાએ જે ઉપાયયોજનાઓ કરી એના વખાણ દેશમાં અને વૈશ્વિક સ્તરે થઈ રહ્યા છે. મુંબઈ મહાપાલિકાએ આ સમયમાં પોતાના કેટલાક નોખા ધોરણ અમલમાં મૂક્યા. આ ધોરણો ખરેખર નાગરિકો માટે અથવા કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે ઉપયોગી થયા કે નહીં એનો અભ્યાસ કરવામાં આવશે. મહાપાલિકાએ આઈઆઈટીને આ બાબતે પત્ર લખ્યો છે. કોરોનાના સમયમાં મહાપાલિકાએ ચેઝ ધ વાઈરસ, મિશન સેવ લાઈફ, વિભાગીય નિયંત્રણ કક્ષ (વોર્ડ વોર રૂમ) જેવા વિવિધ ધોરણો અમલમાં મૂક્યા.

આ ધોરણ ખરેખર સફળ થયા કે એનો અભ્યાસ કરવામાં આવશે એવી માહિતી અધિકારીઓએ આપી હતી. આ તમામ ધોરણનું ત્રીજા પક્ષ દ્વારા રેન્કિંગ કરવામાં આવે એ માટે અભ્યાસ કરવામાં આવશે. એના લીધે ત્રીજી લહેરની તૈયારી કરતા ભૂલો સુધારીને એ અનુસાર ધોરણ તૈયાર કરી શકાશે. ત્રીજી લહેર સાથે જ ભવિષ્યમાં જ્યારે આગળની પેઢી આ રોગનો અને ઉપાયયોજનાઓનો અભ્યાસ કરશે ત્યારે પણ આ મૂલ્યમાપનનો ઉપયોગ થઈ શકે છે એવો મત અધિકારીઓ વ્યક્ત કરે છે.

વિદ્યાર્થીઓની કાર્યાલય મુલાકાત
આ અભ્યાસ માટે આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓ મહાપાલિકાના કાર્યાલયોની મુલાકાત લેશે, કોરોના પ્રતિબંધક ઉપાયયોજનાઓનું કામ કેવી રીતે ચાલે છે એ જોશે, આંકડાઓનો અભ્યાસ કરશે, દરેક ધોરણના ફાયદા-નુકસાન, કયા વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધી, ક્યાં મૃત્યુદર વધુ હતો એ બધાનો અભ્યાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...