ભાસ્કર વિશેષ:આઈઆઈટી બોમ્બે હવામાનનો વરતારો આપતું એપ વિકસાવશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય હવામાન ખાતા સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર

આઈઆઈટી બોમ્બે ખાતે ઈન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામ ઈન ક્લાઈમેટ સ્ટડીઝ (આઈડીપીસીએસ)માં હવામાન સેવાઓ અને સમાધાનમાં સેન્ટર ઓફ એક્સલન્સ (સીઓઈ) સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં હવામાનના બદલાવને નાથવામાં મદદરૂપ થઈ શકે તેવું સમાધાનલક્ષી સંશોધન હાથ ધરવા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખાના સભ્યોની નિપુણતાનો લાભ લેવાશે. આ કેન્દ્ર યુઝર- ફ્રેન્ડ્લી હવામાનના વરતારો આપતું એપ વિકસાવશે, જે માટે અર્થ વિજ્ઞાન મંત્રાલયના ઈન્ડિયા મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) સાથે સંસ્થાએ સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા છે.

આ જોડાણ થકી સેન્સર્સ અને ડ્રોન આધારિત સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવશે. પાણી અને ખાદ્ય સલામતી માટે ક્લાઈમેટ સ્માર્ટ એગ્રિકલ્ચલ ટેકનોલોજી, ઈન્ટેલિજન્ટ અને ઓટોમેટેડ વહેલી ચેતવણી આપતી પ્રણાલીઓ, હવામાન અને સ્વાસ્થ્ય, સ્માર્ટ પાવર ગ્રિડ મેનેજમેન્ટ, પવન ઊર્જા અને હીટવેવના વરતારો મળે તેવી પ્રણાલીઓ વિકસાવશે.

ઉપરાંત એઆઈ અને એમએલ વગેરે જેવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને કૃષિ, ખેતીવાડી અને સિંચાઈ, સ્વાસ્થ્ય વગેરે જેવાં અલગ અલગ ક્ષેત્રો માટે હવામાનના વરતારો અને માહિતી આધારિત સ્માર્ટ એપ્લિકેશન્સ, મીટિયોરોલોજિકલ એવિયેશન, ઓબ્ઝર્વેશનલ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન એપ્લિકેશન્સ, હવામાન બદલાવ પર ધોરણની માહિતી અને માનવ સંસાધન વિકાસ પર કામ કરવામાં આવશે.આઈએમડીના અર્થ વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડો. એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે આઈઆઈટી બોમ્બે દ્વારા હવામાન વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આઈડીપીસીએલ મહત્ત્વપૂર્ણ પહેલ છે. વિજ્ઞાન ખુદ આંતરશિસ્ત છે, કારણ કે તેમાં ગણિત, એન્જિનિયરિંગ સમાધાન અને સમાજ વિજ્ઞાનનો સમાવેશ થાય છે અને હવામાનનાં અધ્યયનની શિસ્ત સમજવા માટે પણ તે આવશ્યક છે.

હવામાન અધ્યયનમાં ચેર પ્રોફેસરશિપ
આઈઆઈટી બોમ્બે દ્વારા હવામાન અધ્યયનમાં સૌપ્રથમ ચેર પ્રોફેસરશિપની પણ સ્થાપના કરવામાં આવી છે. તેને વિનયા એન્ડ સમીર કપૂર ચેર ઈન ક્લાઈમેટ સ્ટડીઝ નામ અપાયું છે, જેની સ્થાપના માટે એલુમની શ્રીમતી વિનયા કપૂર અને સમીર કપૂરે દાન આપ્યું છે. આ ચેર હવામાન બદલાવ આકલન અને નાબૂદીમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આઈઆઈટી બોમ્બેનો સહભાગ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

હવામાન કટોકટીની નાબૂદી
આઈઆઈટી બોમ્બેના ડાયરેક્ટર પ્રો. સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે હવામાન કટોકટીને નાબૂદ કરી શકે તેવા કૃતિક્ષમ અને સક્ષમ સમાધાન વિકસાવવાનું આપણા માટે હવે વધુ મહત્ત્વપૂર્ણ બની ચૂક્યું છે. આઈઆઈટી બોમ્બેનોધ્યેય હવામાન અધ્યયનોમાં વિચારક બનવાનો છે અને તેના અત્યાધુનિક સંશોધન અને ઉદ્યોગના જોડાણો સાથે ફરક લાવવાનો છે. આઈએમડી સાથે અમારી ભાગીદારી અને સૌપ્રથમ ચેર પ્રોફેસરશિપની સ્થાપનાથી આ શક્ય બનશે અને હવામાન બદલાવ સામે ભારતની લડાઈમાં આગેવાની કરવાના અમારા પ્રયાસમાં આ એક મોટું પગલું છે. આઈએમડી અને વિનયા કપૂર અને સમીર કપૂરે અમારી સાથે હાથ મેળવ્યા તે બદલ હું તેમનો આભારી છું. આ જોડાણ આગામી દાયકામાં દુનિયામાં ટોચની 50 સંસ્થામાં સ્થાન પ્રાપ્ત કરવા માટે નોંધપાત્ર રીતે યોગદાન આપશે.

અન્ય સમાચારો પણ છે...