યોજનાની ઘોષણા:આઈઆઈટી એલુમની કાઉન્સિલ મુંબઈમાં મેગાલેબ સ્થાપશે, મહિના 1 કરોડ કોવિડ-19 પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવતી મેગાલેબ

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરના 20,000 આઈઆઈટી ગ્રેજ્યુએટ્સનું ફોરમ આઈઆઈટી એલુમની કાઉન્સિલ દ્વારા ગુરુવારે 100 દિવસની યોજનાની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં મહિના 1 કરોડ કોવિડ-19 પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવતી મેગાલેબ મુંબઈમાં સ્થાપવાનો સમાવેશ થાય છે.અમે વૈશ્વિક સ્પર્ધા થકી પ્રોજેક્ટ માટે ભાગીદારોને શોધી રહ્યા છીએ, એમ આઈઆઈટી એલુમની કાઉન્સિલના પ્રેસિડેન્ટ રવિ શર્માએ જણાવ્યું હતું. યોગ્ય એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) મંચ ઓળખવા માટે એક સ્પર્ધા આગામી પખવાડિયામાં હાથ ધરાશે.કાઉન્સિલે દેશની પ્રથમ કોવિડ-19 ટેસ્ટ બસ શરૂ કરીને કોવિડ સંબંધી કામો શરૂ કર્યાં છે, જે બસ હવે મહાપાલિકા દ્વારા વિવિધ ઝૂંપડપટ્ટીઓમાં યોજાતાં તેનાં ફિવર ક્લિનિક્સ દરમિયાન એક્સ-રે કઢાવવા અને સ્વેબ નમૂના જમા કરવા ઉપયોગ કરવામાં આવે છે.

કાઉન્સિલે કોવિડ-19ના નિદાનને એઆઈ ટેકા સાથે ડિજિટલ એક્સ-રે સિસ્ટમ્સ સ્થાપવા માટે ડો. મુફ્ફઝલ લાકડાવાલા (વરલીના એનએસસીઆઈ ગ્રાઉન્ડ્સ ખાતે આઈઝોલેશન ફેસિલિટી સ્થાપી હતી) સાથે ભાગીદારી કરી હતી.દેશમાં કોવિડ-19 પરીક્ષણો વધારવા માટે સતત મથામણ ચાલી રહી છે. તેથી કાઉન્સિલે વાઈરોલોજી, પૂલિંગ અલ્ગોરિધમ્સ, એઆઈ, રોબોટિક્સ વગેરે ક્ષેત્રમાં વૈશ્વિક નિષ્ણાતોની સલાહ લીધા પછી કોવિડ-19 અને અન્ય ચેપી રોગો માટે સૌથી વિશાળ વંશગત ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવાનું નક્કી કર્યું છે, એમ શર્માએ જણાવ્યું હતું.મહિને 1 કરોડ આરટી- પીસીઆર ટેસ્ટની ક્ષમતા સાથે મેગાલેબ મુંબઈ તૈયાર કરવા માટે સમર્પિત ટીમે કામ શરૂ કરી દીધું છે. કાઉન્સિલે 24 માર્ચે લોકડાઉન ઘોષિત થયા પછી 1000 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવી છે, જે હાલમાં વિવિધ કોવિડ- સંબંધી પ્રોજેક્ટો પર કામ કરી રહી છે. મેગાલેબ માટે સિદ્ધ નાક અને ગળાના સ્વેબ, લાળ, મૂત્ર અથવા ઝાડાના નમૂનાના વિવિધ વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે. ઉપરાંત ઈમારતોમાં અજ્ઞાત કોવિડ-19 દરદીઓ મોજૂદ છે કે કેમ તે તપાસવા માટે ઈમારતોનું સીવેજ ટેસ્ટ કરવા માટે અત્યંત નીચા વાઈરલ લોડ નમૂના માટે એક વિશિષ્ઠ ટેકનિકનો ઉપયોગ કરવા પણ વિચાર ચાલી રહ્યો છે. આને કારણે આરોગ્ય સત્તા દ્વારા કોવિડ-19નો દરદી જાહેર નહીં કરાયો હોવા છતાં તે ઈમારતો સીલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...