તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રાજ્ય ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડના નિર્ણયની અવગણના

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝૂપડપટ્ટી પુનવર્સન પ્રકલ્પ થાળે પાડવાની કાર્યવાહીનો CM દ્વારા આદેશ

શહેરમાં રખડી પડેલ ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રકલ્પના કામ એસઆરએ દ્વારા કરવામાં આવશે અને એ પ્રકલ્પ પૂરા કરવામાં આવશે એવી ઘોષણા લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે કરી હતી. એને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઓવરરૂલ કર્યાની આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી હતી. લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે એસઆરએ અને મ્હાડાના રખડી પડેલા પ્રકલ્પ મ્હાડા અને એસઆરએ હાથમાં લેશે અને એ પ્રકલ્પો પૂરા કરશે એવી ઘોષણા ફ૬કાર પરિષદ લઈને કરી હતી.

શુક્રવારે એસઆરએ અને મ્હાડાની કયાસ બેઠક મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ પાર પડી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ગૃહનિર્માણ મંત્રીના એ નિર્ણયને ઓવરરૂલ કરીને મ્હાડા અને એસઆરએના અર્થાત ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણની કયાસ બેઠકમાં રખડી પડેલા પુનર્વસન પ્રકલ્પો બાબતે રૂપરેખા તૈયાર કરવાનો આદેશ આપતા આ પ્રકલ્પો નિયત સમયમાં પૂરા કેવી રીતે કરી શકાય, કઈ ઉપાયયોજના અને વિકલ્પો જોઈ શકાય એની કાર્યપદ્ધતિ નિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. તેથી ગૃહનિર્માણ વિભાગ દ્વારા લેવામાં આવતા નિર્ણય બાબતે મુખ્યમંત્રી ઝાઝા ખુશ ન હોવાનું દેખાય છે અને ગૃહનિર્માણ મંત્રીનો આવા પદ્ધતિનો નિર્ણય ત્રીજી વખત ઓવરરૂલ કર્યાનું દેખાય છે.

ટ્રાન્ઝિટ કેમ્પ મુદ્દે નિયમો સુસંગત જોઈએ
કાયમીસ્વરૂપી ટ્રાન્ઝિટ કેમ્પમાં સુસંગત નિયમાવલી તૈયાર કરીને લોકોને રાહત આપવી એવો નિર્દેશ પણ મુખ્યમંત્રીએ આપતા ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રકલ્પમાં બેઘર થયેલા લોકોનું બાકી નીકળતું ભાડું આપવા સંદર્ભે માર્ગ કાઢવા માટે કરવાની ઉપાયયોજનાઓ, પ્રકલ્પ પૂરા કરવા કેટલાક નિયમો હળવા કરવા અને એની અમલબજાવણી, પ્રકલ્પ સમયસર અને ચોક્કસ મર્યાદામાં થવા માટે ઘડવાના નિયમ બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...