તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • If There Is No Fever Now, Discharge Will Be Given On The Tenth Day, The Patient Will Have To Stay In Home Quarantine For 7 Days.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:હવે તાવ નહીં હોય તો દસમા દિવસે ડિસ્ચાર્જ અપાશે, દર્દીએ 7 દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

આરોગ્ય વિભાગે કોરોનાના દરદીઓને ડિસ્ચાર્જ આપવા બાબતે કેન્દ્ર સરકારની નવી નિયમાવલી અનુસાર નિયમો લાગુ કર્યા છે. આ મુજબ એકદમ સૌમ્ય અથવા લક્ષણો નહીં હોય તેવા દરદીઓને સાત, આઠ અને નવમા દિવસે પણ તાવ નહીં હોય તો દસમા દિવસે ડિસ્ચાર્જ અપાશે. આ માટે કોવિડ તપાસ કરવાની જરૂર નથી.અત્યંત સૌમ્ય લક્ષણના દરદીને ડિસ્ચાર્જ પછી આ સંબંધિત દર્દીએ 7 દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.

ડિસ્ચાર્જ આપવા પૂર્વે ઓક્સિજનનું પ્રમાણ 95 ટકા કરતાં ઓછું હોય તો તેને ડેડિકેટેડ કોવિડ સેન્ટરમાં દાખલ કરાશે. મધ્યમ લક્ષણ ધરાવતા દરદીને ત્રણ દિવસમાં તાવ ઓછો થાય અને આગામી 4 દિવસ ઓક્સિજનનું પ્રમાણ 95 ટકા કરતાં વધુ હોય તો લક્ષણો શરૂ થાય ત્યારથી 10 દિવસ પછી ડિસ્ચાર્જ અપાશે. આ દરદીઓને ડિસ્ચાર્જ આપતી વખતે ફરીથી કોવિડની તપાસ કરવાની જરૂર નથી. આ જ રીતે ડિસ્ચાર્જ પછી સાત દિવસ હોમ ક્વોરન્ટાઈનની સલાહ અપાશે.ગંભીર દરદીઓમાં લક્ષણો નહીં મળતાં તેમનો કોવિડ તપાસનો રિપોર્ટ પણ નેગેટિવ આવે તે જરૂરી છે. આ દરદીઓનો એક નમૂનાની તપાસનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તેમને ડિસ્ચાર્જ આપી શકાશે. આ દરદીઓને લક્ષણો મળી આવે ત્યારથી ડિસ્ચાર્જ કરવા સુધીનો સમયગાળો કમસેકમ 10 દિવસ હોવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો