તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • If There Is A Delay In Allocating Space In Maharashtra, The Bullet Train Will Run Only In Gujarat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ફરીથી ચર્ચામાં:મહારાષ્ટ્રમાં જગ્યા આપવામાં મોડું થશે તો બુલેટ ટ્રેન ફક્ત ગુજરાતમાં દોડશે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ફરીથી ચર્ચામાં આવી છે. થાણે મહાપાલિકાએ બુલેટ ટ્રેનના સ્ટોપેજ માટે જગ્યા આપવાનો પ્રસ્તાવ અભેરાઈએ ચઢાવી દીધો. તેથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંઘર્ષને લીધે બુલેટ ટ્રેનનું કામ ઠેલાય એવા ચિહ્ન છે. એમાં રેલવે મંડળના અધ્યક્ષે જગ્યા મળવામાં વિલંબ થશે તો બુલેટ ટ્રેન ફક્ત ગુજરાતમાં ચલાવવાનો સંકેત આપ્યો છે.

બુલેટ ટ્રેન પ્રકલ્પમાં થાણે-દિવા પાસેના મ્હાતાર્ડી ભાગમાં સ્ટેશન ઊભું કરવા જગ્યા આપવાનો પ્રસ્તાવનો થાણે મહાપાલિકામાં સત્તાધારી શિવસેનાએ ગયા અઠવાડિયે વીંટો વાળી દીધો. તેથી બુલેટ ટ્રેન પ્રકલ્પનો મુદ્દો ફરીથી સપાટી પર આવ્યો છે.

આ મુદ્દા પર બોલતા રેલવે મંડળના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે મહત્ત્વની માહિતી આપી હતી. બુલેટ ટ્રેન પ્રકલ્પ ભેગા કરવાની ભારતીય રેલવેની ઈચ્છા છે અને એ દષ્ટિએ અમે યોજના તૈયાર કરી રહ્યા છીએ. મહારાષ્ટ્ર સરકારે આગામી ચાર મહિનામાં 80 એકર જમીન ઉપલબ્ધ કરી આપવાની ખાતરી આપી છે એમ યાદવે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો