નિવેદન:શરાબ પર કર ઓછો તો પેટ્રોલ અને ડીઝલ પર કેમ નહીઃ ‌‌BJP

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલને નકાર, બેવડેબાજ સરકાર એમ કહીને ટીકા કરી

ભાજપ મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ અને વિધાન પરિષદના વિધાનસભ્ય પ્રસાદ લાડે મહારાષ્ટ્ર સરકાર દ્વારા દારૂ પરનો કર ઓછો કરવાના નિર્ણયની આકરી ટાકી કરી છે. દારૂને અગ્રતા આપનારી સરકાર પેટ્રોલ અને ડીઝલ પરના કર ઓછા કેમ કરતી નથી, એવો પ્રશ્ન લાડે પૂછ્યો છે.દારૂ માટે આગેવાની, પેટ્રોલને નકાર, બેવડેબાજ સરકાર એવી ઉપમા પણ તેમણે આપી દીધી હતી. દારૂ પર 50 ટકા ટેક્સ ઓછો કરો છો તો પછી પેટ્રોલ- ડીઝલ પરનો રાજયનો ટેક્સ કેમ ઓછો કરી શકતા નથી? સામાન્ય નાગરિકોને દિલાસો કેમ આપતા નથી એવો વ્યવહારુ પ્રશ્ન લાડે પૂછ્યો છે. તેમણે આ અંગે રવિવારે સવારે ટ્વીટ કર્યું છે.

મહારાષ્ટ્ર સરકારના ઉત્પાદન શુલ્ક વિભાગે હાલમાં જ એક નિર્ણય લઈને વિદેશી દારૂ પરનો વિશેષ કર 300 ટકા પરથી 150 ટકા જેટલો અડધોઅડધ ઓછો કરી દીધો છે, જેને કારણે દેખીતી રીતે જ વિદેશી શરાબના ભાવો ઓછા થવાના છે, જેથી શરાબ વિક્રેતાઓ અને શરાબ સેવન કરનારાઓમાં ખુશીની લાગણી છે.જોકે પેટ્રોલ- ડીઝલના ભાવો વધવાથી ફટકો પડેલા નાગરિકો પરેશાન છે. આ મુદ્દો પકડીને લાડે જણાવ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ પણ શરાબ ઉદ્યોગને અનેક કર સવલતો આપી છે. મહેસૂલ વધારવાને નામે આ સવલતો આપવાથી ખરેખર તો દારૂ સેવનને ઉત્તેજમ મળશે એવી સમાજમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. આ બધું ધ્યાનમાં લેતાં લાડે ટીકા કરી છે.

અન્ય સમાચારો પણ છે...