તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જો 15 દિવસ પરિસ્થિતિ યથાવત રહી તો લોકલના સમયમાં ફેરફાર

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકલ શરૂ થયા બાદ પણ દર્દીઓની સંખ્યાં વધી નથી : આરોગ્ય મંત્રી

લોકલ ટ્રેન બધા માટે ખુલ્લી થયા પછી પણ પ્રવાસ પર સમયની મર્યાદા હોવાને લીધે મુંબઈગરાઓ પરેશાન છે. કાર્યાલય સમયસર પહોંચી શકાતું ન હોવાથી રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ નારાજગી છે. મુંબઈગરાઓની આ નારાજગીની નોંધ લેતા લોકલના સમયમાં ફેરફાર કરવાનો સંકેત કેટલાક દિવસ પહેલાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપ્યો હતો. એ પછી સોમવારે મુંબઈ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ મહત્ત્વની માહિતી આપી હતી.

લોકલ ટ્રેન સહિત મુંબઈના બધા વ્યવહાર પહેલાં પ્રમાણે સામાન્યપણે ચાલુ થવા એ કોરોનાના દર્દીઓની સંખ્યા પર આધાર રાખે છે. લોકલ હવે બધા માટે ખુલ્લી કરવામાં આવી છે અને એક અઠવાડિયું વીત્યા છતાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો નથી. આગામી પંદર દિવસ આવી જ પરિસ્થિતિ રહેશે તો લોકલ ટ્રેનના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવશે અને મુંબઈગરાઓને રાહત મળશે એમ કાકાણીએ જણાવ્યું હતું.

મુંબઈની નાયર હોસ્પિટલમાં કાકાણીએ કોરોનાની રસી મૂકાવી હતી. એ પછી પ્રસારમાધ્યમો સાથે વાત કરતા તેમણે આ માહિતી આપી હતી. અત્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં સવારની પહેલી ટ્રેનથી સવારના 7 વાગ્યા સુધી, બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી અને રાત્રે 9 વાગ્યાથી છેલ્લી ટ્રેન સુધી લોકલમાં પ્રવાસ કરવાની બધાને છૂટ છે. તેથી થોડા પ્રમાણમાં રાહત મળી છે. છતાં કાર્યાલયોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો ન હોવાથી મુંબઈનું જનજીવન હજી પાટે ચઢ્યું નથી. કોઈ પણ કામ માટે બહાર પડતા સમયે સામાન્ય નાગરિકોએ સમય જોઈને લોકલ પકડવી પડે છે. આ તમામ પાર્શ્વભૂમિ પર કાકાણીએ આપેલી માહિતી મહત્ત્વની માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો