તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની બારીકાઈથી નજર:રેશનકાર્ડમાં ખોટી માહિતી હશે તો 5 વર્ષની જેલ થશે

મુંબઇ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા હવે રેશનકાર્ડ પર બારીકાઈથી નજર

તમારું રેશનિંગ કાર્ડ બનાવતી વખતે અથવા તેમાં કોઈનું નામ ઉમેરતી વખતે ખોટા અથવા બનાવટી દસ્તાવેજો આપનાર પર હવે સરકાર બારીકાઈથી નજર રાખશે. જો સરકારના ધ્યાનમાંઆવે કે તમે છેતરપિંડી કરી રહ્યા છો તો તમને જેલમાં જવું પડી શકે છે. આ જ રીતે તમને સજા થઈને અમુક રકમ પણ ભરવી પડી શકે છે. ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત હવે દોષીઓને પાંચ વર્ષ માટે જેલ અથવા દંડ ભરવો પડશે અથવા આ બંને સજા થઈ શકે છે, એવી માહિતી રેશનિંગ કંટ્રોલર કૈલાશ પગારેએ આપી હતી.

રેશનિંગ કાર્ડ આપણો મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે તમને કોઈ પણ સરકારી કામકાજ માટે ફરજિયાત છે. આ જ રીતે સ્કૂલ કે કોલેજમાં પ્રવેશ લેવા માટે પણ તે મહત્ત્વપૂર્ણ છે. આથી તેને અત્યંત કાળજીપૂર્વક સંભાળીને પોતાની પાસે રાખવું જોઈએ.

કાર્ડ ઓનલાઈન બનાવી શકાય
જો તમારી પાસે રેશનિંગ કાર્ડ નહીં હોય તો ઓનલાઈન બનાવી શકાય છે. રેશનિંગ કાર્ડ ઓનલાઈન ભરવા દરેક રાજ્યએ એક ખાસ વેબસાઈટ તૈયાર કરી છે. તમારા રાજ્યની વેબસાઈટ પર જઈને તમે ઓફફલાઈન અરજી કરી શકો છો. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું નામ વાલીઓનાં રેશનિંગ કાર્ડમાં સમાવિષ્ટ છે, પરંતુ 18થી વધુ ઉંમરના હોય તેઓ પોતાના સ્વતંત્ર રેશનિંગ કાર્ડ માટે અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...