તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • If The Governor Does Not Approve 12 Names For The Legislative Council, We Will Go To Court: Patole

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજ્યપાલ વિધાન પરિષદ માટે 12 નામ મંજૂર નહીં કરે તો કોર્ટમાં જઈશું: પટોલે

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રાજ્યપાલ કાયદેસર હશે તે નિર્ણય લેશે, તે તેમનો અધિકાર છે: ફડણવીસ

વિધાન પરિષદમાં નોમિનેટેડ સભ્યોની નિયુક્તિ માટે રાજ્યપાલ જો વધુ વિલંબ કરશે તો મહાવિકાસ સરકાર આઘાડીએ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે, એમ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ નાગપુરમાં જણાવ્યું હતું. આઘાડી સરકારે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યપાલને તેમના ક્વોટામાં પરિષદમાં નિયુક્તિ માટે 12 સભ્યનાં નામની યાદી મોકલી છે.

આ લોકશાહીની હત્યા છે. કેબિનેટે તેના અધિકાર અજમાવતાં 12 નામ રાજ્યપાલને મોકલ્યાં છે. રાજ્યપાલ હજુ કેટલો વિલંબ કરશે. રાજ્યપાલ પર ભાજપની કેન્દ્રીય નેતાગીરીનું દબાણ હોય તેમ લાગે છે. અમે આ મુદ્દા પર ટૂંક સમયમાં કોર્ટનાં દ્વાર ખખડાવીશું, એમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉત અને ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે પણ રાજ્યપાલના વલણની ટીકા કરવામાં આવી હતી. દરમિયાન અજિત પવારે પણ રાજ્યપાલે અમને આ મામલે કોર્ટમાં જવાની ફરજ નહીં પાડવી જોઈએ એમ નાશિકમાં જણાવ્યું હતું.

દરમિયાન વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યપાલ બંધારણીય હોદ્દો છે અને તેઓ રાજ્યના પ્રમુખ માનવામાં આવે છે. મુખ્ય મંત્રી રાજ્યપાલ વતી તેમની ફરજ પૂરી પાડે છે. આથી તેમને મળેલાં નામ સ્વીકારવા કે નહીં તે તેમનો હક છે. જોકે આઘાડી સરકારના નેતાઓ ધમકીની વાતો કરે છે, જે બિલકુલ ઉચિત નથી.

શું છે આખા મામલાની હકીકત તે જાણો
વિધાન પરિષદના નિયમ મુજબ 12 જણની નિયુક્તિ સામાજિક, સાંસ્કૃતિક, રમતગમત અને અન્ય ક્ષેત્રમાંથી કરવાની હોય છે. મહારાષ્ટ્ર સરકાર તેની યાદી રાજ્યપાલ સ્વીકારશે નહીં એવી પહેલેથી જ ધારણા રાખીને હતી. આથી જ 12 નામ નક્કી કરવા પૂર્વે રાજ્યના કાયદા અને ન્યાય વિભાગની સલાહ લેવામાં આવી હતી.

આ પછી ત્યાંથી લીલી ઝંડી મળતાં રાજ્યપાલને 6 નવેમ્બરે યાદી મોકલી હતી. રાજ્યપાલ 15 દિવસમાં નિર્ણય લે એવું અપેક્ષિત હતું, પંરતુ રાજ્યપાલે હા કે ના કોઈ નિર્ણય હજુ સુધી જણાવ્યો નથી, જેને લીધે આઘાડી સરકારમાં અસ્વસ્થતા છે. આથી હવે આઘાડી સરકારના નેતાઓ કોર્ટમાં જવાની વાત પર આવી ગયા છે. આને કારણે આ મામલે ગૂંચ વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો