તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઘણાં સમય પછી મુંબઈ અને રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઉંચકવાની શરૂઆત કરી છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં છેલ્લા બેત્રણ દિવસમાં મોટો વધારો થયો છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવાર, આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ વધેલા આંકડાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. એમાં મુંબઈમાં દર્દીઓની સંખ્યા વધી હોવાથી મેયરે જ લોકડાઉનનો ઈશારો આપ્યો છે.
મુંબઈમાં કોરોનાના દર્દીઓના વધવાના દરમાં વધારો થયો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ મળવાનું પ્રમાણ 5 ટકા થયું છે. ચેંબુરના એક વોર્ડમાં લોકડાઉન લાગુ કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. મુંબઈમાં વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યા બાબતે મેયર કિશોરી પેડણેકરે ચિંતા વ્યક્ત કરી છે. દર્દીઓની વધતી સંખ્યા ચિંતાની બાબત છે. મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વિના લોકલમાં પ્રવાસ કરે છે. લોકોએ તકેદારી લેવી જોઈએ નહીં તો આપણે ફરી એક વખત લોકડાઉનના માર્ગે જશું. લોકડાઉન લાગુ કરવો કે નહીં એ સંપૂર્ણપણે લોકોના જ હાથમાં છે એમ જણાવતા મેયરે લોકડાઉનનો ઈશારો આપ્યો હતો.
ચેંબુર એમ પશ્ચિમ વોર્ડમાં લોકડાઉન : ચેંબુરમાં એમ પશ્ચિમ વોર્ડ તરફથી સોસાયટીઓ અને ફેરિયાઓને કોરોના ટેસ્ટ કરાવવાનું જણાવવામાં આવ્યું છે. ત્યાં સૌથી વધુ દર્દીઓ ઉંચી ઈમારતોમાં રહે છે. મહાપાલિકા અધિકારીઓએ કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રિત રાખવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. એક અઠવાડિયા પહેલાં આ વોર્ડમાં દિવસે 15 કરતા ઓછા દર્દીઓ મળતા હતા. હવે આ પ્રમાણ 25 સુધી પહોંચ્યું છે. દિવસે દર્દીઓનો વધવાનો દર 0.28 ટકા પહોંચ્યો છે.
લોકલ બાબતે આવતા અઠવાડિયે નિર્ણય
મુંબઈમાં ઉપનગરીય લોકલ સેવા 1 ફેબ્રુઆરીથી સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લી કરવામાં આવી છે. જો કે એના પર સમય મર્યાદા મૂકવામાં આવી છે. આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે જ બે અઠવાડિયા પછી તમામ બાબતોનો કયાસ કાઢવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું. એ અનુસાર 22 ફેબ્રુઆરીના અમે કયાસ કાઢશું. એ પછી સામાન્ય પ્રવાસીઓના લોકલ પ્રવાસ બાબતે આગળના પગલાં ભરવામાં આવશે એમ મહાપાલિકા અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ સ્પષ્ટ કર્યું છે. લોકલથી મુંબઈની બહારના લોકો પણ મોટી સંખ્યામાં આવજા કરે છે. તેથી મુંબઈ મહાનગર ક્ષેત્રની અન્ય મહાપાલિકાઓના મત પણ ધ્યાનમાં લેવા પડશે. એમાંથી જે મુદ્દાઓ સામે આવશે તે રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.