તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ઓબીસી અનામત મેળવી નહીં આપ્યું તો રાજકીય સંન્યાસ લઈશઃ ફડણવીસ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓબીસી અનામત ખતમ કરનાર કોંગ્રેસ જ છે એવી પણ ટીકા

અમારા હાથોમાં સૂત્ર આપો, હું ઓબીસીનું અનામત પાછું લાવીને બતાવું છું. જો તેવું નહીં કરી બતાવું તો રાજકીય સંન્યાસ લઈશ, એવું મોટું વિધાન ભાજપના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કર્યું હતું. ઉપરાંત ઓબીસી અનામતને કોંગ્રેસે જ ખતમ કર્યું છે, એવી ટીકા પણ કરી હતી. દરમિયાન મુંબઈ સહિત ઠેકઠેકાણે ભાજપના કાર્યકરોએ ચક્કાજામ આંદોલન કર્યું હતું, જે પછી પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. ભાજપ દ્વારા ઓબીસી અનામત રદ થવા મામલે શનિવારે રાજ્યમાં 1000 સ્થળે સાગમટે આંદોલન કરવામાં આવ્યું હતું.

ફડણવીસની હાજરીમાં નાગપુરના વેરાઈટી ચોકમાં ચક્કાજામ આંદોલન કરવામાં આવ્યું હતું. તે સમયે ફડણવીસે ઠાકરે સરકાર પર હલ્લાબોલ કર્યો હતો. આ રાજ્ય સરકારમાં ઓબીસી મંત્રીનું મહત્ત્વ થાળીમાંની ચટણી, કોથમીર જેવું છે. જોકે આ મંત્રી પોતાના રાજકીય આકાઓ કહે તે જ બોલે છે. અમે ઓબીસી અનામત મેળવીને જ રહીશું. અન્યથા સત્તાધારીઓને ખુરશી ખાલી કરવી પડશે.ઓબીસી અનામત જતું કર્યું એ રાજકીય કાવતરું છે. રાજ્યના નેતાઓ કશું પણ થાય તો નરેન્દ્ર મોદી તરફ આંગળી ચીંધે છે.

આવતીકાલે તેમને પત્ની મારશે તો ત્યારે પણ મોદી તરફ આંગળી ચીંધશે, એમ ટોણો મારતાં જણાવ્યું હતું.અનામત આપવું તે 100 ટકા તમારા હાથોમાં જ છે. જોકે તમે તે કરવા માગતા નથી, કારણ કે તમારા મનમાં કાંઈક કાળું છે. તેઓ બજારુ વિચારકો પાસેથી અભિપ્રાય લે છે અને પછી મોદીએ અનામત સંબંધી ડેટા આપવો એવી માગણી કરી છે. આ માગણીમાં ઓબીસી અનામતનો મુદ્દો પાછળ રહી શકે છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર કાયદો કરી શકે છે
મરાઠા અનામતના સમયે અમેચાર મહિનામાં ડેટા તૈયાર કર્યો હતો. અમારી પાસેથી શક્ય છે તેથી હું બોલી રહ્યો છું. ઓબીસી અનામત કેન્દ્રનો વિષય નથી, પરંતુ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકાર ઓબીસી માટે અનામતનો કાયદો કરી શકે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. દરમિયાન ભાજપ દ્વારા આ મામલે કોર્ટમાં જવાની પણ તૈયારી કરવામાં આવી છે.

બીજી બાજુ કોંગ્રેસે પણ શનિવારે ઓબીસી અનામત મામલે કેન્દ્ર સરકારની ભૂમિકાનો વિરોધ કરતાં દેખાવ કર્યા હતા. આને કારણે આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ચગવાની શક્યતા છે. દરમિયાન મુંબઈ, થાણે સહિત ઠેકઠેકાણે ભાજપે ચક્કાજામ આંદોલન કર્યું હતું. પોલીસે કેટલાક કાર્યકરોને અટકાયતમાં લીધા હતા, જે પછી તેમને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...