તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જો મુંબઈ પોલીસે સહયોગ આપ્યો હોત તો પ્રકરણનો ઉકેલ ક્યારનો આવી જાત: ATS

મુંબઈ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દર મહિને રૂ. 2,00,000 વસૂલ કરીને સચિન વાઝેને પહોંચાડવાના હતા

મનસુખ હિરન હત્યાકાંડમાં સસપેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેના સાથીદાર વિનાયક શિંદેના ઘરમાંથી પોલીસને એક ડાયરી મળી હતી. આ ડાયરીના આધારે હિરન હત્યાકાંડનો ઉકેલ આવવાની શક્યતા છે. બીજી તરફ એટીએસે પણ મુંબઈ પોલીસ મુખ્યાલયના સીસી ટીવી ફૂટેજની તપાસ કરે તો મનસુખ હિરન હત્યા અને મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી મળેલી કાર વચ્ચેના રહસ્ય જાહેર થઈ શકે છે એમ જણાવ્યું છે. એટીએસના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મનસુખ હિરન હત્યાનો ખુલાસો આ પહેલાં જ થઈ ગયો હતો જો મુંબઈ પોલીસે યોગ્ય સહયોગ આપ્યો હોત.

મહારાષ્ટ્ર એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પ્રકરણનો ઉકેલ પહેલાં જ થઈ ગયો હોત. પણ મુંબઈ પોલીસ મુખ્યાલય તરફથી અમને સીસી ટીવી ફૂટેજ તપાસવાની પરવાનગી આપવામાં ન આવી. એના માટે તત્કાલીન કમિશનર પરમબીર સિંહને ચાર પત્ર પણ મોકલ્યા હતા. પણ તેમની પાસેથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. તેથી આ પ્રકરણ વધુ ગૂંચવાયું. એટીએસે એન્ટિલિયા બંગલાની બહાર વિસ્ફોટકોની તપાસ કરી ત્યારે 26 ફેબ્રુઆરીના 45 દિવસ પહેલાં અને ઘટના પછીના સીસી ટીવી ફૂટેજ તપાસવા માટે માગ્યા હતા.

એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી જે કાર મળી એ 19 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી દરમિયાન મુંબઈ પોલીસ મુખ્યાલયમાં લાવવામાં આવી હતી એવી માહિતી એટીએસને મળી હતી. તેથી સીસી ટીવી ફૂટેજ તપાસ્યા પછી એનો ખુલાસો થાય એવી શક્યતા હતી. પણ સીસી ટીવી ફૂટેજ તપાસવાનો આદેશ એટીએસને મળ્યો નહોતો. શિંદેની ડાયરીમાં વસૂલીનો ઉલ્લેખ : એનઆઈએએ આપેલી માહિતી અનુસાર વિનાયક શિંદેના ઘરે જે ડાયરી મળી એમાં વસૂલી બાબતની માહિતી છે.

એમાં 30 પબ અને બારના નામ, સરનામા અને તેમની પાસેથી મળનારી રકમનો ઉલ્લેખ છે. સચિન વાઝેએ આ જવાબદારી વિનાયક શિંદેને સોંપી હતી. ઉપરાંત કેટલાક પોલીસ અધિકારી, કર્મચારીઓના વ્યવસાય અને સરનામા છે.

દર મહિને 28 કરોડની વસૂલી
મુંબઈમાં લગભગ 1400 બિયરબાર અને ગેરકાયદે ધંધા છે જેમની પાસેથી મહિને રૂ. 2,00,000 પેટે દર મહિને રૂ. 28 કરોડ વસૂલ કરવામાં આવતા હતા. આ રકમ પીઆઈથી કમિશનર સુધી પહોંચાડવામાં આવતી હતી એમ કોંગ્રેસના નેતા સંજય નિરુપમે દાવો કર્યો હતો. આ તો મુંબઈમાં ઘણા વર્ષોથી ચાલુ છે. કોઈ નવો નિયમ બને પછી પોલીસોની કમાણી વધતી હતી. આ બધું પોલીસ સંરક્ષણ હેઠળ થતું હતું. વસૂલીવી વિગતો ક્યારેય ગુપ્ત રહી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો