નિર્ણય:નવી મુંબઈમાં રખડતા કૂતરાઓને ભોજન આપ્યું તો રૂ. 8 લાખનો દંડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીમાં ગંદકી અને બટકું ભરવાની ઘટનાઓથી કાર્યવાહીની સ્પષ્ટતા

નવી મુંબઈમાં પામબીચ રોડ પર એનઆરઆઈ હાઈફાય સોસાયટીમાં સોસાયટીના સભ્યોએ લીધેલા એક નિર્ણયના લીધે ચર્ચામાં ઉછાળો આવ્યો છે કારણ કે સોસાયટીમાં રખડતા કૂતરાઓ પર લગામ તાણવા 5 થી 50 હજાર રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય સોસાયટીએ લીધો હતો. એ પછી સોસાયટીની એક મહિલાને કુલ 8 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં રખડતા કૂતરાઓને લીધે સતત ગંદકી ફેલાય છે અને બટકું ભરવાની ઘટનાઓમાં વધારો થવાથી આ પગલું ભર્યું એવું સ્પષ્ટીકરણ સોસાયટી કમિટીએ આપ્યું છે.

નવી મુંબઈના પામ બીચ રોડ પર એનઆરઆઈ સોસાયટીનો પરિસર 45 એકર છે અને ત્યાં 40 ઈમારત છે. સોસાયટીમાં લગભગ 30 થી 35 રખડતા કૂતરાઓ છે આ કૂતરાઓથી કંટાળીને સોસાયટી કમિટીએ રખડતા કૂતરાઓને ભોજન આપ્યું એ માટે દંડ કરવાનો નિર્ણય લીધો. એ પછી કેટલાક શ્વાનપ્રેમીઓને દંડ કરવામાં આવ્યો.

સોસાયટીના રહેવાસી અંશુ સિંહને 8 લાખ 12 હજાર, મોના મોહનને 6 લાખ અને લીલા વર્માને 55 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એક વખત ભોજન આપવા માટે 5 હજાર લેખે ગયા મે મહિનાથી ગણતરી કરીને મોટો દંડ કરવામાં આવતા મોના સિંહનો દંડ 8 લાખ રૂપિયા પર પહોંચ્યો છે. દરમિયાન એના લીધે સંબંધિત શ્વાનપ્રેમીએ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈંડિયા પાસે મદદ માગી.

સોસાયટીમાં ખાવાનું આપ્યું એટલે…
સોસાયટીમાં રખડતા કૂતરાઓ હોવાથી પરિસરમાં ગંદકી, દુર્ગંધ થાય છે. નાના બાળકોને, વદ્ધોને કૂતરાઓ બટકું ભરે છે. તેમ જ રાત્રે મોટા અવાજે ભસતા હોવાથી ત્રાસ થઈ રહ્યાનો આરોપ સોસાયટી કમિટીએ કર્યો. તેમ જ સોસાયટીની બહાર ત્રણ ઠેકાણે શેડ બાંધીને કૂતરાની સગવડ કરવામાં આવી છે. પણ શ્વાનપ્રેમીઓ સોસાયટીમાં જ ખાવાનું આપતા હોવાથી દંડ કરવામાં આવ્યાનું સ્પષ્ટીકરણ સોસાયટી કમિટીએ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...