નિર્ણય:‘ભારતીય સંવિધાનની ઓળખ’ કોલેજ અભ્યાસક્રમમાં અનિવાર્ય

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વ વિદ્યાપીઠના કુલગુરુઓની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

14 એપ્રિલે ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે ભારતીય સંવિધાનની ઓળખ વિષય સર્વ વિદ્યાપીઠની વિદ્યાશાખાઓ માટે અનિવાર્ય કરવાનો નિર્ણય બુધવારે યોજાયેલી સર્વ વિદ્યાપીઠના કુલગુરુઓની બેઠકમાં લેવાયો હતો. હાયર અને ટેક્નિકલ એજ્યુકેશન મંત્રી ઉદય સામંતે ટ્વીટર થકી આ માહિતી આપી હતી.

બાબાસાહેબનું કામ તેમણે સંવિધાનના લેખનમાં આપેલા યોગદાનની માહિતી ભાવિ પેઢી સુધી પહોંચે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આના જ ભાગરૂપે ભારતીય સંવિધાનની ઓળખ વિષય સર્વ વિદ્યાપીઠની સર્વ વિદ્યાશાખા માટે અનિવાર્ય કરવામાં આવ્યો છે. આને કારણે યુવા વિદ્યાર્થીઓને સંવિધાનનાં મૂલ્યોની ઓળખ થશે.

આ પ્રકારનો ઉપક્રમ શાળા શિક્ષણ વિભાગે પણ અમલ કર્યો છે. દેશમાં ઘેર ઘેર અને દરેક નાગરિકો સુધી સંવિધાન પહોંચવું જોઈએ. ડો. આંબેડકરના આચાર, વિચાર નાગરિકોમાં કેળવવાનું કાર્ય શિક્ષકો કરી શકે છે. આ જ ધ્યાનમાં રાખીને સંવિધાનની નકલ વિતરણ કરવાનો કાર્યક્રમ શાળા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં અમલ કરવામાં આવશે.

ભારતીય સંવિધાનના શિલ્પકાર ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ પરિષદના માધ્યમથી અથાક પ્રયાસ કરી લખેલું ભારતીય રાજ્ય બંધારણ 26 નવેમ્બર,સ 1949ના રોજ દેશને અર્પણ કર્યું. પોતાના ન્યાય હકની, સંવૈધાનિક અધિકારની અને ફરજની ઓળખ થાય તે માટે ભારતનું સંવિધાન સામાન્ય જનતાને સહજ ઉપલબ્ધ થાય એ જરૂરી છે. આથી જ શિક્ષણ સંસ્થાના માધ્યમથી આ સંવિધાનની ઓળખ વિદ્યાર્થીઓને કરી અપાશે, એમ સામંતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...