તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેક્ષણ:હાર્બર લાઈનમાં ગોરેગાવથી બોરીવલી એલિવેટેડ માર્ગનો વિચાર

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલાહકાર અહેવાલ આપશે પછી અંતિમ નિર્ણય લેવાશે

ગોરેગાવ સુધીની હાર્બર લાઈનનું એક્સટેન્શન બોરીવલી સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકલ્પ અમલમાં મૂકવા સલાહકારની નિયુક્તી કરવામાં આવી છે. ગોરેગાવથી બોરીવલી હાર્બર લાઈન માટે જગ્યાની ઉપલબ્ધતા ધ્યાનમાં લેતા એ એલિવેટેડ કરવાનો વિચાર છે. સલાહકાર અહેવાલ રજૂ કરશે પછી આ બાબતે અંતિમ નિર્ણય લેવાશે એવી માહિતી પશ્ચિમ રેલવેએ આપી હતી. આ પ્રકલ્પનો અંદાજિત ખર્ચ રૂ. 825 કરોડ અપેક્ષિત છે.

હાર્બર લાઈનમાં સીએસએમટીથી પનવેલ, સીએસએમટીથી અંધેરી, ગોરેગાવ સુધી લોકલ ચલાવવામાં આવે છે. આ પહેલાં ગોરેગાવના બદલે સીએસએમટીથી અંધેરી સુધી જ લોકલ હતી. સીએસએમટીથી અનેક પ્રવાસીઓ અંધેરી સુધી પ્રવાસ કરી પછી પશ્ચિમ રેલવેની લોકલમાં આગળનો પ્રવાસ કરતા હતા. પ્રવાસીઓની માગણી ધ્યાનમાં લઈને હાર્બર સેવા ગોરેગાવ સુધી લંબાવવામાં આવી. આ કામ પૂરું થતા ડિસેમ્બર 2017 થઈ ગયો. પણ ટેકનિકલ કારણોસર માર્ચ 2019માં લોકલ ટ્રેન શરૂ થઈ. એને સારો પ્રતિસાદ મળતા આ હાર્બર સેવા બોરીવલી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ગોરેગાવથી બોરીવલી સુધી હાર્બર લાઈનના એક્સટેન્શન માટે સલાહકારની નિયુક્તી કરવામાં આવી છે. જમીનનો અભ્યાસ, પ્રકલ્પમાં ઝાડ કાપવા, એના માટે સર્વેક્ષણ અને પ્રસ્તાવ, ભૂસંપાદન, ઈમારત બાંધકામ, પ્રકલ્પની ઉપયોગિતા વગેરે સર્વેક્ષણ કરવામાં આવશે. એની શરૂઆત થઈ ચૂકી છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

10 લાખ સુધી પ્રવાસી સંખ્યા
હાર્બર લાઈનમાં ગોરેગાવથી બોરીવલી સુધી એક્સટેન્શન થતા જ 2031 સુધી પ્રવાસીઓની સંખ્યામાં બે લાખનો ઉમેરો થશે. હાર્બર લાઈનમાં પ્રવાસીઓની કુલ સંખ્યા 10 લાખ પર પહોંચશે. આ એક્સટેન્શન કરતા એમાં ખાનગી અને રેલવેના કેટલાક બાંધકામ પર હથોડો પડશે. એમાં રેલવેના 21 બાંધકામ છે.

વિરાર સુધી લંબાવવાનો પ્રયત્ન
અત્યારે બોરીવલી સુધી 5 માર્ગ છે અને છઠ્ઠો માર્ગ થશે. હાર્બરમાં વધુ બે માર્ગનો ઉમરો થશે. તેથી બોરીવલી સુધી આઠ લેન થશે. અંધેરી સુધીની હાર્બર સેવા ગોરેગાવ સુધી લંબાવવામાં આવી. એ પછી બોરીવલી સુધી લંબાવવાનું કામ થયા પછી ભવિષ્યમાં વિરાર સુધી લંબાવવાનું નિયોજન મુંબઈ રેલવે વિકાસ મહામંડળ તરફથી થશે.

અન્ય સમાચારો પણ છે...