આરોપ:ટૂંકમાં જ BJPનો ટોઈલેટ ગોટાળો બહાર લાવીશ; રાઉત,  તે પછી ફડણવીસ ઉત્તરો આપતા રહેશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હૂં ટૂંક સમયમાં જ ભાજપનો ટોઈલેટ ગોટાળો બહાર લાવવાનો છું. આ રૂ. 100 કરોડનો ગોટાળો છે. ફડણવીસ પછી ઉત્તરો આપતા રહેશે અને ફડણવીસે એકાદ ટ્વીટ વિક્રાંત ગોટાળા પર પણ કરવું જોઈએ, એવી ટીકા શિવસેનાના સાંસદ સંજય રાઉતે શુક્રવારે કરી હતી.છેતરપિંડી કરનારને દિલાસો આપો છો, માય લોર્ડ, આ શું છે? એમ કહીને રાઉતે ન્યાયવ્યવસ્થાની પણ ટીકા કરી છે. આઈએનએસ વિક્રાંતના ભંડોળની ઉચાપત એ દેશદ્રોહ નથી શું? ન્યાયપાલિકાઓએ પોતાની પર તેના છાંટા ઉડાડી નહીં લેવા જોઈએ, એવી સલાહ તેમણે આપી હતી.

ભાજપ નેતાઓને જ દિલાસો કઈ રીતે મળે છે? રાજ્યમાં હવે દિલાસા ગોટાળા શરૂ થયો છે. ન્યાયાલયો પર કોઈનું દબાણ છે કે શું? એવો પ્રશ્ન રાઉતે કર્યો છે. આઈએનએસ વિક્રાંત બચાવ ભંડોળ જમા થયું નહીં એવું ખુદ રાજભવને કહ્યું છે. તો પછી રાજભવનના સ્પષ્ટીકરણ પછી પુરાવા કયા માગો છો? એવો પ્રશ્ન પણ રાઉતે કર્યો છે.ઠાકરે સરકાર પડશે નહીં. આગામી 25 વર્ષ રાજ્યમાં ભાજપના સત્તા આવશે નહીં. મહાવિકાસ આઘાડી સરકાર આગામી 25 વર્ષ ચાલશે, એમ રાઉતે જણાવ્યું હતું.

ફોન ટેપિંગ પ્રકરણે રાઉત નિવેદન નોંધ્યું
દરમિયાન વરિષ્ઠ આઈપીએસ અધિકારી રશ્મી શુક્લા સામે દાખલ અનધિકૃત ફોન ટેપિંગ સંબંધી કેસમાં મુંબઈ પોલીસે શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નિવેદન નોંધ્યું હતું. રાઉતને નોટિસ આપ્યા પછી શનિવાર મધ્ય મુંબઈમાં પક્ષના મુખપત્રના કાર્યાલયમાં કોલાબા પોલીસના અધિકારીઓ દ્વારા રાઉતનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ એકત્ર આવીને સરકારની રચના કરતી હતી ત્યારે શુક્લા જેનાં પ્રમુખ હતાં તે સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 2019માં બે વાર સંજય રાઉતના ફોન પણ ટેપ કરવામાં આવ્યા હતા.

આ જ સમયગાળામાં રાષ્ટ્રવાદીના નેતા એકનાથ ખડસેના ફોન પણ ટેપ થયા હતા. તેમનું નિવેદન પણ હાલમાં જ પોલીસે નોંધ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે ગયા મહિને દાવો કર્યો હતો કે ડ્રગ પેડલરોને નામે 2015 અને 2019 વચ્ચે ચાર જનપ્રતિનિધિઓના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. આ ઘટના બહાર આવ્યા પછી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તપાસ કરવા માટે તત્કાલીન ડીજીપી સંજય પાંડેની આગેવાની હેઠળ ત્રણ સભ્યની પેનલની રચના કરવામાં આવી હતી.

દાઉદ બોલશે તો કોણ વિશ્વાસ મૂકશે?
કિરીટ સોમૈયા આઈએનએસ વિક્રાંત ગોટાળાના આરોપી છે. આથી હવે તેમણે અન્યો પર આરોપ નહીં કરવા જોઈએ. આવતીકાલે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં બેઠાં બેઠાં આતંકવાદીઓ વિરુદ્ધ બોલવાનું શરૂ કરે તો તેની પર કોણ વિશ્વાસ મૂકશે? આવી જ સ્થિતિ સોમૈયાની થઈ છે. તેમણે કરેલા ભ્રષ્ટાચારના આરોપો પર હવે કોઈ વિશ્વાસ નહીં રાખશે. વિક્રાંત યુદ્ધજહાજ માટે ભેગા કરેલા પૈસા ક્યાં ગયા તેનો ઉત્તર સૌપ્રથમ સોમૈયાએ આપવો જોઈએ, એમ રાઉતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...