તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પોલીસ ભરતી, શક્તિ કાયદાને અગ્રતા આપીશ, વળસે-પાટીલ

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ સમય પડકારજનક છે, કોરોનાને કારણે પોલીસ રસ્તા પર ફરજ નિભાવે છે

રાષ્ટ્રવાદીના નેતા અનિલ દેશમુખે ગૃહ મંત્રી પદનું રાજીનામુ આપ્યા પછી દિલીપ વળસે-પાટીલે ગૃહ મંત્રી પદનો ભાર સંભાળ્યો છે. એ પછી આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આ સમય પડકારજનક છે. પોલીસ ભરતી, શક્તિ કાયદો અને પોલીસો માટે 1 લાખ ઘર બાંધવાના કામને હું અગ્રતા આપીશ. હાઈ કોર્ટના ચુકાદા પછી તમામ તપાસ યંત્રણાઓને ગૃહ વિભાગ સહયોગ આપશે. હાઈ કોર્ટના ચુકાદાને અમે સુપ્રીમ કોર્ટમાં પડકારશું એવી માહિતી તેમણે આપી હતી. હજી મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી નથી પણ ટૂંક સમયમાં એમને મળીને ચર્ચા કરીશ. આ પહેલાં રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત કરી એમ તેમણે ઉમેર્યું હતું.

રાષ્ટ્રવાદી પક્ષ અને વરિષ્ઠ નેતા શરદ પવારે મારા પર વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી છે. એ મારે પાડવાની છે. અત્યારે આ પડકારજનક કામ છે કારણ કે કોરોનાને કારણે પોલીસ રસ્તા પર ફરજ નિભાવે છે. આ જ મહિને ગુઢી પાડવા, રામ નવમી, બાબાસાહેબ આંબેડકર જયંતી છે. રમઝાનની પણ શરૂઆત થશે. ગૃહ વિભાગ તરફથી સામાન્ય નાગરિકોને ઘણી અપેક્ષા હોય છે. તેથી જ સામાન્ય નાગરિકને કેન્દ્રબિંદુ રાખીને કામ કરવાનો મારો પ્રયત્ન હશે. જરૂર અનુસાર ભૂતપૂર્વ અને વિદ્યમાન વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સલાહ લેવામાં આવશે એમ ગૃહ મંત્રીએ જણાવ્યું હતું.

રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતા દિલાપ વળસે-પાટીલ પાસે અત્યાર સુધી એક્સાઈઝ ડ્યુટી અને કામદાર એમ બે ખાતા હતા. હવે એક્સાઈઝ ડ્યુટી ખાતાનો અતિરિક્ત ભાર ઉપમુખ્યમંત્રી અજિત પવારને તથા કામદાર ખાતાનો અતિરિક્ત કાર્યભાર ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફને સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેશમુખનું રાજીનામુ રાજ્યપાલને મોકલ્યું હતું જે મંજૂર કરવામાં આવ્યું છે. સાથે જ દિલીપ વળસે-પાટીલ પાસેના ખાતા અજિત પવાર અને હસન મુશ્રીફને સોંપવાની વિનંતી કરી હતી. એને પણ રાજ્યપાલે મંજૂરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો