તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:મને મા- બહેન સામેની ખૂબ ગાળો આપવામાં આવીઃ ભાસ્કર જાધવ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુંડાઓ જેવું વર્તન કરવામાં અવ્યુંઃ આ દિવસ લોકશાહીમાં કલંક સમાન

ઓબીસી અનામતના ઠરાવ પરથી ચર્ચા ચાલતી હતી ત્યારે અમુક વિધાનસભ્યોએ સભાગૃહમાં સોમવારે ધાંધલ મચાવી હતી. વિરોધી સભ્યો અંદર ઘૂસી આવ્યા અને મને મા- બહેન પરથી ગાળો આપી. ગુંડાઓની જેમ આ સભ્યો વર્તતા હતા, એમ કહીને આખા મહારાષ્ટ્ર માટે આ શરમજનક વાત છે. મારા માટે આજનો દિવસ કાળો દિવસ છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિને આ શોભતું નથી. મહારાષ્ટ્રમાં આવું ક્યારેય બન્યું નથી, એમ વિધાનસભા અધ્યક્ષ ભાસ્કર જાધવે કહીને વિરોધીઓના કાન આમળ્યા હતા.

વિધાનસભાનું કામકાજ શરૂ થતાં જ અધ્યક્ષની ખુરશી પર બેઠેલા ભાસ્કર જાધવે ઓબીસી અનામતના ઠરાવ પર ચર્ચા દરમિયાન બનેલી ઘટનાની વિગત આપી. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. અમુક વિધાનસભ્યોએ માઈક ખેંચવાનો પ્રયાસ કર્યો. સભાગૃહમાં તણાવ ઊભા થાય છે ત્યારે સત્તાધારીઓ અને વિરોધીઓ એકત્ર બેસીને ઉકેલ લાવે છે. સત્તાધારીઓ વિરોધી પર દોડી જાય છે, પરંતુ અધ્યક્ષે કામકાજ મોકૂફ રાખ્યા પછી તે મુદ્દો ત્યાં જ ખતમ થઈ જાય છે.

હું સભાગૃહમાં ક્યારેય કટુતા રાખતો નથી. આ આપણા મહારાષ્ટ્રની પરંપરા છે. આપણે લોકશાહીના મંદિરમાં બેસીએ છીએ. વિધાનસભા અધ્યક્ષે મને બેસવા માટે ખુરશી આપી, પરંતુ હું તેની પર બેઠો નહીં, કારણ કે હું અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ નથી. તે પછી ફડણવીસ આવ્યા. મેં તેમને બેસવા માટે ખુરશી આપી. ચંદ્રકાંત પાટીલને ખુરશી આપી, એમ જાધવે જણાવ્યું હતું.

વિરોધીઓએ ગડબડ શરૂ કરી. તેઓ શાંત થવાની સ્થિતિમાં નહોતા. તેમણે મને મા- બહેન પરથી ગાળો આપી. આ વિધાનસભ્યો મારી ચેમ્બરમાં ઘૂસવા સાથે ગુંડાઓની જેમ તૂટી પડ્યા હતા. તમારા સભ્યોને અંકુશમાં રાખો, આપણે બેસીને ચર્ચા કરીશું, એમ હું કહેતો હતો. જોકે વિરોધી પક્ષ નેતા તેમને સમજાવવા તૈયાર નહોતા. અમે શાંત નહીં રહીએ, અમને ગુસ્સો આવ્યો છે એમ તેમણે જણાવ્યું હોવાનું જાધવે જણાવ્યું હતું.

જો હું ખોટો હોઉં તો સજા ભોગવીશ
આ ઘટના મહારાષ્ટ્રની સંસ્કૃતિને કલંકરૂપ છે. સંસદીય કાર્યમંત્રીએ આવું પુનરાવર્તન ટાળવા માટે પગલાં લેવાં જોઈએ એવો આદેશ જાધવે આપ્યો. હું જો એકેય અસંસદીય શબ્દ બોલ્યો હોઈશ અથવા ગાળ આપી હોય તો જાતે સજા ભોગવવા તૈયાર છું. તમને જે સજા થશે તે હું લઈશ. હું આક્રમક છું, પરંતુ ક્યારેય અસંસદીય શબ્દ વાપર્યો નથી. આજનો દિવસ મારા જીવનનો કાળો દિવસ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...