તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • I Have No Interest In Becoming UPA President: Pawar, Becoming President Is Shiv Sena's Opinion, Not Mine

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:UPAનો અધ્યક્ષ બનવામાં મને કોઈ રસ નથીઃ પવાર, અધ્યક્ષ બનું એ શિવસેનાનો મત છે, મારો નહીં

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શરદ પવાર - Divya Bhaskar
શરદ પવાર

યુપીએનું નેતૃત્ત્વ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર કરે એ માટે શિવસેનાના નેતા સંજય રાઉતે જોરદાર બેટિંગ શરૂ કરી છે. ગયા અઠવાડિયે રાઉતે બે વખત તેમના લેખમાં પવાર નેતૃત્ત્વ કરે એવો મત વ્યક્ત કર્યો હતો. વિરોધ પક્ષોને એક કરવા અને મજબૂત બનાવવા પવારને યુપીએનું નેતૃત્ત્વ સોંપવામાં આવે એવી ભૂમિકા તેમણે રજૂ કરી હતી. એના પર કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એક તરફ સંજય રાઉતની જોરદાર બેટિંગ ચાલુ છે ત્યારે બીજી તરફ ખુદ શરદ પવારે આ બાબતે વક્તવ્ય કર્યું હતું. યુપીએનો અધ્યક્ષ બનવામાં મને કોઈ રસ નથી. મારા નામ પરથી બિનજરૂરી વિવાદ ઊભો કરવામાં ન આવે. હું યુપીએનો અધ્યક્ષ બનું એ શિવસેનાનો મત છે, મારો નહીં એમ પવારે સ્પષ્ટ કર્યું હતું.

શનિવારે સામનાના લેખમાં યુપીએની અવસ્થા પર લેખ હતો. યુપીએનું નેૃત્ત્વ નબળું પડ્યું છે. સત્તાધારીઓનો સામનો કરવામાં વિરોધ પક્ષોમાં એકતા દેખાતી નથી. કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળ યુપીએ એક રાજકીય આઘાડી છે. હવે એની અવસ્થા એક એનજીઓ જેવી થઈ છે. કોંગ્રેસમાં એક વર્ષથી પૂર્ણ સમય માટેનો અધ્યક્ષ નથી એવા શબ્દોમાં રાઉતે કોંગ્રેસની અવસ્થા પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસની ટીકા કરતા સંજય રાઉતે શરદ પવારે ઘણાં વખાણ કર્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસને છોડીને યુપીએના અન્ય સાથી પક્ષોમાં કોઈ હલચલ દેખાતી નથી. કોંગ્રેસ જેવા ઐતિહાસિક વારસાવાળા પક્ષ પાસે પૂર્ણ સમયનો અધ્યક્ષ નથી. કોંગ્રેસનું નેતૃત્ત્વ કોણ કરશે? યુપીએનું ભવિષ્ય શું ? એવા સવાલો હજી ઊભા છે. રાહુલ ગાંધી સંઘર્ષ કરનારા નેતા છે પણ તેમને જરૂરી સાથ મળતો નથી એમ અગ્રેલખમાં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો