તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટીલીયા કેસ:સચીન વાઝેએ વિશેષ કોર્ટમાં કહ્યુઃ મને બલિનો બકરો બનાવાયો છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશેષ કોર્ટે કસ્ટડી લંબાવીઃ વાઝેના ઘરમાંથી બિનહિસાબી 62 ગોળી મળી જ્યારે સર્વિસ રિવોલ્વરની 30 માંથી 5 ગોળી જ મળી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની દલીલોને માન્ય રાખીને ગુરુવારે એનઆઇએની વિશેષ કોર્ટે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાના ષડયંત્રના કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝેની એનઆઈએ કસ્ટડી 3 એપ્રિલ સુધી લંબાવી હતી.આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી એનઆઈએએ કોર્ટને કહ્યું, વધુ તપાસ માટે અમને આરોપીની કસ્ટડી વધારીને જોઈએ છે. આ સામે વાઝેએ દાવો કર્યો હતો કે આ કેસમાં તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ કોર્ટે તપાસ એજન્સી સાથે સંમત થઈને કસ્ટડી વધારી આપી હતી. એનઆઈએએ જણાવ્યું હતું કે વાઝેના ઘરમાંથી 62 બુલેટ મળી આવી છે, જેનો કોઈ હિસાબ નથી.

વાઝેની સર્વિસ રિવોલ્વર માટે અપાયેલી 30 બુલેટમાંથી ફક્ત 5 મળી આવી છે. બાકીની ક્યાં ગઈ તે વાઝે જણાવતો નથી. અમે ડીએનએ માટે આરોપીના લોહીના નમૂના લીધા છે. ડીએનએ મેચિંગ માટે જપ્ત પાંચ વાહનોના નમૂના પણ લેવામાં આવ્યા છે, વાઝે દ્વારા પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો છે.

મનસુખ હિરન હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે વાઝેને સામસામે બેસાડીને પૂછપરછ કરવાની બાકી છે, એમ પણ એનઆઈએએ જણાવ્ હતું. વાઝેએ કોર્ટને જણાવ્યું હતું કે, “મેં અત્યાર સુધીની તપાસમાં મદદ કરી છે. મને ફરીથી પોલીસ કસ્ટડીમાં મોકલશો નહીં, કોર્ટે તેની વાત સ્વીકારી નહીં અને કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

વાઝે ગોડફાધર વિશે લેખિતમાં જણાવશે
વાઝેએ એનઆઇએની કોર્ટને જણાવ્યું હતું કે, આ બધી ઘટનાઓની પાછળની કેટલીક પૃષ્ઠભૂમિ છે, મારે બધું બતાવવું છે. બધા કહે છે કે, મેં ગુનો કબૂલ કરી લીધો છે, તો તે ખોટું છે, મેં કોઈ ગુનો સ્વીકાર્યો નથી. હું ફક્ત દોઢ દિવસ આ કેસનો તપાસ અધિકારી હતો. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચ, એટીએસ કરી રહ્યા હતા. આ પહેલાં મેં કોઈ ગુનો નથી કર્યો.

મારી વિરુદ્ધ કોઈ રેકોર્ડ નથી. મારે કોર્ટના રેકોર્ડ પર કેટલીક બાબતો લાવવાની છે, ત્યારે ન્યાયાધીશે કહ્યું, તમારા વકીલને પૂછો. વકીલ સાથે વાત કર્યા પછી, નિર્ણય લેવામાં આવ્યો હતો કે વાઝે કોર્ટમાં લેખિતમાં તેની વાત રજૂ કરશે. વાઝેની દલીલો પરથી એવું લાગી રહ્યું છે, કે આ કેસમાં તેના ગોડફાધર વિશે વાત કરવા માગે છે.

સુપરકોપ બનવા વિસ્ફોટકો મૂક્યા
દરમિયાન વાઝેની સાથે ફરજ પર રહેલા સીઆઈયુના તેના એક સાથીને વિસ્ફોટક કેસમાં સરકારી સાક્ષી બનાવવા વિશે હજુ કશું નક્કી કરાયું નથી. આ અંગેનો નિર્ણય ચાર્જશીટ દાખલ કર્યા પછીના તબક્કે જ લઈ શકાય છે, એમ એનઆઇએએ જણાવ્યું હતું.બીજી તરફ વાઝેએ એનઆઈએને જણાવ્યું છે કે, તેણે વિસ્ફોટકો (એન્ટિલિયાની બહાર) પ્લાન્ટ કર્યા છે કારણ કે તે આ તપાસના અધિકારી તરીકે સફળતાપૂર્વક આ કેસનો ઉકેલ લાવીને સુપરકોપ બનવા માગતો હતો, એનઆઈએ તેના હેતુના દાવાની ચકાસણી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો