નિવેદન:હું ડ્રગ્સ સેવન કરતો નથી અને પ્રોત્સાહન આપતો નથીઃ કરણ

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરાને વ્યક્તિગત રીતે ઓળખતો નથી, જો બદનામી ચાલુ રખાશે તો કાનૂની માર્ગ અપનાવવા મજબૂર બનીશ

મારા ઘરમાં યોજાતી પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું એવા આરોપ ખોટા અને પાયાવિહોણા છે. હું ડ્રગ્સ સેવન કરતો નથી અને કોઈ અન્ય પદાર્થ સેવન કરવા માટે લોકોને પ્રોત્સાહન આપતો નથી, એમ કરણ જોહરે એકધાર્યા થઈ રહેલા આરોપોનો ઈન્સ્ટાગ્રામ પર લાંબા નિવેદન થકી જવાબ આપ્યો છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા બોલીવૂડ અને ડ્રગ્સ કનેકશનમાં તપાસ કરી રહી છે ત્યારે જુલાઈ 2019માં કરણના ઘરે કલાકારોથી ભરચક યોજાયેલી પાર્ટીનો જૂનો વિડિયો સોશિયલ મિડિયા પર સપાટી પર આવ્યો હતો. વિડિયો ગયા વર્ષે કરણે જ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં દીપિકા પદુકોણ, રણબીર કપૂર, વરુણ ધવન, અર્જુન કપૂર, મલાયકા અરોરા, વિકી કૌશલ, શાહિદ કપૂર વગેરે એકત્ર પાર્ટી કરતાં જોવા મળે છે. આ પાર્ટીમાં બોલીવૂડની અનેક હસ્તીઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું એવા આરોપ હાલમાં થઈ થયા હતા. શિરમણિ અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ દાવો કર્યો હતો કે આ પ્રકરણે એનસીબી કરણને પૂછપરછ માટે બોલાવશે. કરણે આ વિશે જણાવ્યું કે મેં 28 જુલાઈ, 2019ના રોજ મારા ઘરમાં યોજાયેલી પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરાયું હતું એવા ખોટા અને ગેરમાર્ગે દોરનારા આરોપો થઈ રહ્યા છે. મેં 2019માં પણ સ્પષ્ટતા કરી હતી કે તે પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરાયું નહોતું. આ મારી બદનામી કરવા માટે ચલાવાતી ઝુંબેશ છે, જે સંપૂર્ણ ખોટી અને પાયાવિહોણી છે. અમારા વિશે બદનામીકારક અહેવાલોને લીધે મારા સહિત મારો પરિવાર, સાથીઓ અને ધર્મા પ્રોડકશન્સ બેનર પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર ઊપજ્યો છે.

શુક્રવારે એનસીબીએ ધર્મા પ્રોડકશન્સના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ રવિ પ્રસાદ અને અનુભવ ચોપરાની પૂછપરછ કરી હતી. આ બંનેને અંગત રીતે ઓળખતો નથી એમ કરણે જણાવ્યું છે. પ્રસાદ ધર્મા પ્રોડકશન્સની ભગિની કંપની ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટમાં નવેમ્બર 2019માં એક પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટના ધોરણે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયો હતો, જે પ્રોજેક્ટ થયો નહોતો. ચોપરા અમારા બેનર સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે થોડો સમય જોડાયો હતો અને ફક્ત બે પ્રોજેક્ટ પર કામ કર્યું છે. ફિલ્મ માટે નવેમ્બર 2011 અને જાન્યુઆરી 2012 વચ્ચે બીજા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફક્ત બે મહિના અને જાન્યુઆરી 2013માં એક ટૂંકી ફિલ્મ માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે અમારી સાથે જોડાયેલો હતો. તે પછી અમારા પ્રોડકશનના કોઈ પ્રોજેક્ટમાં તે નહોતો. આમ છતાં છેલ્લા થોડા દિવસથી અમારી એકધારી બદનામી કરવામાં આવી રહી છે. જો તે રોકવામાં નહીં આવે તો હું કાનૂની માર્ગ અપનાવવા મજબૂર બનીશ એમ પણ કરણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...