તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મની લોન્ડરિંગ કેસ:હું વિજય માલ્યા કે નીરવ મોદી નથીઃ સરનાઈક જાહેરમાં આવ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૃદયની શસ્ત્રક્રિયા અને પત્ની બીમાર હોવાથી અજ્ઞાતનાસમાં હતો

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના રડાર પર આવેલા શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક કેટલાય મહિના સુધી ગાયબ થઈ ગયા પછી સોમવારથી શરૂ થયેલા રાજ્ય વિધાનમંડળના ચોમાસુ સત્રમાં પ્રગટ થયા હતા. આ સમયે તેઓ જાહેર જીવનથી દૂર કેમ રહ્યા હતા તેનાં કારણો તેમણે આપ્યા હતા.

ઈડીની કાર્યવાહી પછી સરનાઈક છેલ્લા કેટલાક મહિના રાજકીય અને સામાજિક કાર્યક્રમોથી અચાનક દૂર થઈ ગયા હતા. મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તેમની તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી પરથી તેમણે થોડા સમય પૂર્વે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ભાજપ સાથે ફરી યુતિ કરવાની માગણી કરી હતી. આથી સરનાઈક ફરી ચર્ચામાં આવ્યા હતા. સરનાઈક અજ્ઞાતવાસમાં હોવાથી વિરોધીઓ દ્વારા પણ જોરદાર ટીકા કરવામાં આવતી હતી. આ સર્વ ઘટનાક્રમ પછી સરનાઈક સોમવારે વિધાનસભામાં આવ્યા હતા. તેમણે ઈડીની કાર્યવાહીનો વિરોધ પણ કર્યો હતો.

આ દેશમાં કે ક્યાંય પણ મારી વિરુદ્ધ કોઈ પણ ગુનો દાખલ થયેલો નથી કે ફરિયાદ નથી. કોઈએ પણ મારી વિરુદ્ધ જવાબ આપ્યો નથી. સુપ્રીમ કોર્ટે સંરક્ષણ આપ્યું છે. ઈડીની કાર્યવાહીને લીધે હું ગાયબ થઈ ગયો એવું નથી. મારી પર હૃદયરોગની શસ્ત્રક્રિયા થઈ અને મારી પત્ની પણ કેન્સરગ્રસ્ત છે. આથી મેં થોડો સમય શાંત બેસી રહેવાનો નિર્ણય લીધો હતો, એમ તેમણે સ્પષ્ટીકરણ કર્યું હતું.

હું કાંઈ વિજય માલ્યા કે નીરવ મોદી નથી, જે ગાયબ થઈ જાય અથવા દેશ છોડીને જાય. ભીંસમાં આવ્યો તેથી ભાગી જવાનો નથી. ચોમાસુ સત્રમાં સર્વ વિધાનસભ્યોને હાજર રહેવા માટે પક્ષે સૂચના આપી હતી. તે સૂચના અનુસાર હું આજે વિધાનમંડળમાં હાજર થયો છું, એમ સરનાઈકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...