તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દલીલ:મુંબઈ પોલીસનાં બે જૂથોને કારણે મને ફસાવવામાં આવી રહ્યો છે: શર્મા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદીપ શર્મા અને અન્ય બે આરોપીઓ સામે અમારી પાસે મજબૂત પુરાવા છે: એનઆઇએ

મુંબઈ પોલીસનાં બે જૂથોને કારણે મને આ પ્રકરણમાં ફસાવવામાં આવી રહ્યો છે એમ કોર્ટ રૂમની અંદર પ્રદીપ શર્માએ ગુરુવારે દલીલો કરી હતી, જ્યારે અમારી પાસે શર્મા સહિતના આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા છે એવી દલીલ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી. પ્રદીપ શર્મા તેના પી.એસ. ફાઉન્ડેશનનું સમગ્ર કામ અંધેરી સ્થિત ઓફિસથી જોતો હતો. શિવસેનાના હોદ્દેદારો અને પોલીસ ટીમ, ખબરીઓને પણ તે આ જ ઓફિસમાં મળતો હતો. લગભગ 25 વર્ષથી શર્મા અને તેની પત્ની અને પરિવાર આ બિલ્ડિંગમાં રહે છે.

પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું કે, અમારા અસીલે હંમેશાં તપાસમાં સહયોગ આપ્યો છે, રોકડ વ્યવહારના આક્ષેપો પાયાવિહોણા છે. એનઆઈએ પાસે કશું નવું નથી.શર્માએ કોર્ટને કહ્યું કે, જયારે જ્યારે મને ફોન કર્યો ત્યારે એજન્સી સમક્ષ ગયો છું.

મુંબઈ પોલીસનાં બે જૂથોને કારણે મને ફસાવવામાં આવી રહ્યો છે, એમ કહીને શર્મા ભાવુક થઈ ગયો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓને પણ હું જાણતો નથી. હું પી.એસ. ફાઉન્ડેશન ચલાવું છું. મારા જન્મદિવસે બે હજાર લોકો આવે છે. મારી સાથે તસવીરો- સેલ્ફી લે છે. એનો અર્થ એ નથી કે મેં કોઈને મારવાનો આદેશ આપ્યો છે. જોકે હું સંતોષ શેલારને જાણું છું. તે મારો ખબરી રહ્યો છે.

અગાઉ કેમ ધરપકડ કરી નહીઃ જજ
જજે એનઆઈએના વકીલને પૂછ્યું કે જ્યારે તમને શર્માની ભૂમિકા વિશે અગાઉ કડી મળી હતી તો શા માટે ધરપકડ કરવામાં આવી નહોતી. આ સામે એનઆઇએના વકીલે કોર્ટને જણાવ્યું કે, તપાસ એજન્સીએ પહેલાં નક્કર પુરાવા બેગા કરવાના હતા. કેસ ડાયરી જુઓ, એજન્સીએ કબજે કરેલી લાલ તવેરા કારમાંથી કેટલાક ડીએનએ નમૂના ભેગા કર્યા છે. આ ડીએનએને કારણે હત્યાનાં મૂળ સુધી પહોંચી શકાશે. ધરપકડ કરાયેલા આરોપી આનંદે અમને મનસુખની હત્યા કરાઈ તે સ્થળ બતાવ્યું છે.

એનઆઈએના વકીલે કોર્ટને કહ્યું કે, શર્મા અને અન્ય બે આરોપીઓ સામે અમારી પાસે મજબૂત પુરાવા છે. આ આરોપીઓ ખૂબ ચાલાક છે. તેમની પાસેથી હકીકત કઢાવવામાં સમય લાગશે. આથી વધુ કસ્ટડી આપવી જોઈએ. બંને પક્ષોની દલીલો પછી કોર્ટે પ્રદીપ શર્માને 28 જૂન સુધી એનઆઈએ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...