તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ANM અને જીએનએમ પ્રશિક્ષણ લેનારી મહિલાઓ માટે પતિનો સંમતિપત્ર જરૂરી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પુરુષપ્રધાન સંસ્કૃતિનો દબદબો દર્શાવતી આ શરતમાં ફેરફારની માગ

પુરુષપ્રધાન સંસ્કૃતિનો દબદબો મેડિકલ ક્ષેત્ર પર હજી પણ યથાવત છે. ઓક્ઝિલરી નરસ મિડવાઈફરી (મહિલા સહાયક નર્સ પ્રસાવિકા) અને જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી (સામાન્ય નર્સ પ્રસાવિકા)ના પ્રશિક્ષણ માટે પરિણીત હોવાનો પતિનો સમંતિપત્ર આપવાની શરત મૂકવામાં આવે છે. એએનએમ અને જીએનએમના પ્રશિક્ષણની પ્રવેશ પ્રક્રિયા અત્યારે ચાલુ છે. એનો સમય અનુક્રમે બે અને ત્રણ વર્ષ હોય છે. આ પ્રશિક્ષણ સાર્વજનિક આરોગ્ય વિભાગ તરફથી જિલ્લાસ્તરે લેવામાં આવે છે.

પ્રશિક્ષણ લેનાર મહિલા પરિણીત હોય તો પ્રવેશની અરજી સાથે પતિનો સંમતિપત્ર આપવાનું નોંધવામાં આવ્યું છે. પ્રશિક્ષણના ઠેકાણે જ મહિલાઓએ રહેવાનું હોય છે. ગ્રામીણ ભાગોમાં અનેક વખત પતિના કે કુટુંબીઓના દબાણને લીધે મહિલા પ્રશિક્ષણ અડધુ મૂકીને છોડી દે છે. આ પ્રશિક્ષણ મફત છે અને આ રીતે એક સીટ વેડફાય છે.

શરતમાં ફેરફાર કરવાની જરૂર
પુરુષપ્રધાન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી શરત એ સમયે મૂકવામાં આવી હોય છતાં સમય અનુસાર એમાં ફેરફાર કરવો જરૂરી છે. પતિની સંમતિ માગવાથી જે કુટુંબનો ટેકો મળતો નથી તેવી મહિલાઓ આ પ્રશિક્ષણ લઈ શકશે નહીં. ફક્ત જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખતી આ શરત સરકારે સક્ષમ કરવી જરૂરી છે. આવી મહિલાઓના કુટુંબોનું કાઉન્સેલિંગ કરવું અને એની કાયદેસર રીતે કુટુંબને ધાક દેખાડવી શક્ય છે એવા કેટલાક માર્ગ મેડિકલ પરિચારિકા સંશોધન સોસાયટીના ઉપાધ્યક્ષ સ્વાતી રાણેએ સૂચિત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો