તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પત્નીની ઈચ્છા ખાતર પતિ કરી રહ્યો છે ઓક્સિજનના પુરવઠાનું મફત વિતરણ

મુંબઈ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પત્ની છેલ્લા 5 વર્ષથી ડાયાલિસિસ અને ઓક્સિજન પર છે

કોરોનાની બીજી લહેરને કારણે મુંબઈમાં ઓક્સિજનની પણ તીવ્ર અછત વર્તાઈ રહી છે. અનેક દર્દીઓનાં ઓક્સિજનને અભાવે મોત થઈ રહ્યાં છે. આને કારણે અનેક કિસ્સામાં ઓક્સિજન નહીં મળતાં દર્દીના સંબંધીઓની ભાગદોડ થઈ જાય છે. ઘણી વાર વધુ પૈસા આપીને પણ ઓક્સિજન મળતો નથી. હવે સરકાર, કોર્પોરેટ જગત, સેવાભાવીઓ ઓક્સિજન મેળવી આપવામાં મદદ કરીને યોગદાન આપી રહ્યા છે, પરંતુ જરૂર સામે માગણી વધી છે.

આવી ગંભીર પરિસ્થિતિમાં માનવતાનાં દર્શન કરાવતાં કામો પણ સમાજમાં ચાલી રહેલા જોવા મળે છે. મુંબઈના એક મંડપ ડેકોરેટર પાસ્કલ સલધાનાએ નાગરિકોને મફત ઓક્સિજનનો પુરવઠો કરવાનું કામ શરૂ કર્યું છે. પાસ્કલની પત્નીની બંને કિડનીઓ ફેઈલ છે. આથી છેલ્લાં પાંચ વર્ષથી ડાયાલિસિત અને ઓક્સિજન પર તે જીવી રહી છે. જોકે આવી પરિસ્થિતિમાં પણ સામાજિક ભાન રાખીને પત્નીની ઈચ્છા ખાતર પાસ્કલ દ્વારા નાગરિકોને મફતમાં ઓક્સિજનનો પુરવઠો કરવામાં આવી રહ્યો છે.

પત્નીના દાગીના પણ વેચી નાખ્યા : મારી પત્ની ડાયાલિસિસ અને ઓક્સિજન પર છે. આથી અમારી પાસે એક વધારાનું સિલિંડર કાયમ રાખું છું. એક દિવસ સ્કૂલના મુખ્યાધ્યપકે મને ફોન કરીને તેમની પત્ની માટે ઓક્સિજનની માગણી કરી હતી. મારી પત્નીએ આગ્રહ કર્યા પછી મેં તેમને મારી પાસેનું વધારાનું સિલિંડર આપી દીધું. આ પછી તેની વિનંતી પરથી મેં તેના દાગીના વેચી નાખ્યા, જેમાંથી મને રૂ. 80,000 મળ્યા છે અને મેં અન્ય જરૂરતમંદોને ઓક્સિજનનો પુરવઠો કરવાનું ચાલુ રાખ્યું છે. 18 એપ્રિલથી મેં આ કામ શરૂ કર્યું છે. હવે મને ઘણા બધા લોકો આર્થિક મદદ કરી રહ્યા છે, એમ પાસ્કલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો