તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નિયંત્રણોથી માથેરાનમાં 460 ઘોડાઓ પર ભૂખમરાનું સંકટ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત મહાજન, રોટરી, જૈન મંદિર સહિત સેવાભાવીઓ મદદે આવ્યા

કોરોનાનાં નિયંત્રણોને લઈને નયનરમ્ય હિલ સ્ટેશન માથેરાનમાં પર્યટકો આવવાનું બંધ થતાં 460 પરવાનાધારક ઘોડાઓ પર ભૂખમરાનો વારો આવ્યો છે. આ ઘોડાના 235 માલિકોએ આ ભયંકર સ્થિતિમાંથી બહાર કાઢવા માટે રાજ્ય સરકારને અપીલ કરી હતી. આ અપીલ સામે સરકારનો હજુ કોઈ જવાબ આવ્યો નથી, પરંતુ સેવાભાવીઓ આગળ આવ્યા છે. સમસ્ત મહાજન મુંબઈ, શ્રી આદી જીન યુલક ચેરિટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લપ ઓફ મુંબઈ, સાયન, શ્રી મહાવીર સાધના ધામ, જૈનમંદિર ઉષા એસ્કોટ માથેરાન વહારે આવ્યા છે. દસ્તુરી નાકા પર મંગળવારે 460 ઘોડાઓ માટે તેઓ ઘાસચારાનું વિતરણ કરાયું હતું.

એક ઘોડાના માલિક રાકેશ કોકલેએ જણાવ્યું હતું કે પર્યટકો આવવાનું બંધ થતાં ખાસ કરીને આ બીજા લોકડાઉનમાં અમારી આવક બંધ થઈ છે, જેને લીધે અમારા ઘોડાઓને ઘાસચારો ખવડાવવાની પણ મુશ્કેલી ઊભી થઈ છે. એક ઘોડાને ખવડાવવાનો રોજનો સરેરાશ ખર્ચ રૂ. 250 આવે છે. તેમને ઘઉં, ઓટ્સ, ચણા વગેરે આપવામાં આવે છે. ઉપરાંત તેમને સફરજન અને ગાજર પણ આપીએ છીએ. અમે રાયગઢ જિલ્લાના પાલક મંત્રી અદિતિ તટકરેને પત્ર લખીને જણાવ્યું છે કે રિક્ષાચાલકોને જે રીતે સરકારે આર્થિક સહાય જાહેર કરી છે તે જ રીતે પ્રત્યેક ઘોડાના માલિક માટે પણ રૂ. 1500ની મદદ આપવી જોઈએ.

એક ઘોડાનો વાર્ષિક ખર્ચ રૂ. 90,000
સમસ્ત મહાજનના ટ્રસ્ટી ગિરીશ જયંતીલાલ શાહ દ્વારા ઘોડાઓને ચારો- ભૂસો- ચણાનો ખોરાક મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. એક ઘોડાનો દિવસનો રૂ. 250 લેખે માસિક રૂ. 7500 અને વાર્ષિક રૂ. 90,000 ખર્ચ થાય છે. ગિરીશભાઈએ દાતાઓને આગળ આવવા માટે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...