તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રોજી બંધ થતાં વિવિધ ક્ષેત્રના શ્રમિકોની જેમ શહેરના ટેક્સી, રિક્ષા ચાલકો પણ મોટી સંખ્યામાં તેમના વતન તરફ નીકળી રહ્યા છે. કેટલાક ચાલકો ટેક્સી અને રિક્ષા સાથે પરિવારને લઈને નીકળી ગયા છે, જ્યારે અન્યો ટ્રક – ટેમ્પોમાં નીકળી ગયા છે. આશરે 2000 ચાલકો તેમની ટેક્સીઓ અને રિક્ષાઓ સાથે નીકળી ગયા છે, એમ મુંબઈ ટેક્સીમેન્સના યુનિયન નેતા એ એલ ક્વાડ્રોસે જણાવ્યું હતું.રિક્ષા – ટેક્સીને મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશની બહાર જવાની મંજૂરી નથી, પરંતુ તેઓ પોતાના વતનમાં પહોંચવા અનધિકૃત રીતે મહારાષ્ટ્રની સીમા પાર કરવા નીકળી પડ્યા છે. આ સાથે ક્વાડ્રોસે રાજ્ય પરિવહન વિભાગને બધા ડ્રાઈવરોને તેમની ટેક્સી વતનમાં લઈ જવા પરવાનગી આપવાની માગણી કરી હતી. મોટે ભાગે ચાલકો હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય જિલ્લા તરફ નીકળી ગયા છે.
માસિક રૂ. 10,000 આપવાની માગણી કરી હતી
મુંબઈમાં 20,000 કાળીપીળી ટેક્સી અને બે લાખ રિક્ષા છે. ચાલકો પણ નીકળી રહ્યા હોવાથી લોકડાઉન પછી જાહેર પરિવહનની અછત સર્જાઈ શકે છે. દરમિયાન મુંબઈ – આગ્રા હાઈવે પર રવિવારે અનેક રિક્ષાઓ પણ જોવા મળી હતી, જે યુપી, બિહાર ઈન્દોર તરફ નીકળી પડી હતી. તેમને પ્રવાસમાં કમસેકમ ચારથી પાંચ દિવસ લાગી શકે છે.ઓટોરિક્ષા ચાલક માલક સંઘટના સંયુક્ત કૃતિ સમિતિના નેતા શશાંક રાવે જણાવ્યું હતું કે મુંબઈમાં સરકારે રિક્ષાચાલકોની સમસ્યા ઓછી કરવા માટે કશું કર્યું નથી. અમે રોજી ગુમાવનારા કમસેકમ 55,000 રિક્ષાચાલકોને ખાદ્યનું વિતરણ કર્યું હતું, પરંતુ અમારી મદદ પણ ખૂટી પડી છે. સરકાર પાસે તેમને માસિક રૂ. 10,000 આપવાની માગણી કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી, એમ તેમણે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.