તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:અનામત માટે સેંકડો મરાઠાઓ પરવાનગી વિના ભેગા થઈ ગયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના ભારે બંદોબસ્ત છતાં મરાઠાઓ આંદોલન સ્થળે પહોંચી ગયા

રાજ્ય વિધાનમંડળનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે તેની પૂર્વસંધ્યાએ મરાઠાઓ આક્રમક બન્યા છે. રવિવારે સોલાપુર શહેરમાં વિવિધ મરાઠા સંગઠનના 1000થી વધુ સભ્યો પોલીસની પરવાનગી વિના ભેગા થયા હતા. સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગણીને લઈને વિરોધ કૂચ કાઢવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર પાટીલની આગેવાનીમાં મરાઠા આક્રોશ મોરચાને નામે વિરોધ કૂચ કાઢવા પોલીસે પરવાનગી આપી નહોતી. આમ છતાં તેઓ ભેગા થયા હતા.

ખાસ કરીને આંદોલનની શક્યતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ સોલાપુર જતા સર્વ મુખ્ય રસ્તાઓ પર પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મરાઠાઓ સોલાપુરમાં છત્રપતિ સંભાજી મહારાજના પૂતળા નજીક ભેગા થવાના હતા. પોલીસનો ભારે બંદોબસ્ત હોવા છતાં આંદોલનકારીઓ નિર્ધારિત સ્થળે પહોંચી ગયા હતા.મેમાં સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠાઓને અનામત આપવાનો ઈનકાર કરી દીધો હતો. પાટીલે જણાવ્યું હતું કે જો પોલીસ તેમની વિરોધ કૂચ માટે પરવાનગી નહીં આપે અને બેરિકેડો ગોઠવી દે તો પણ મરાઠાઓ મોટી સંખ્યામાં આ આંદોલનમાં ભાગ લેશે.

વિરોધ કૂચ પૂર્વે મેં જિલ્લાના બધા તાલુકાઓની મુલાકાત લીધી હતી. મરાઠા સમુદાય અને વિવિધ સંગઠનના સભ્યોને મળ્યો હતો, જેમણે આ વિરોધ કૂચને ટેકો આપ્યો છે. જો પોલીસ રોકવાનો પ્રયાસ કરે તો આક્રોશ ફાટી નીકળી શકે છે, એવી ચેતવણી પણ તેમણે આપી હતી.અમે પોલીસની રીતસર પરવાનગી માગી હતી, પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી. આથી ભવિષ્યમાં અમે કોઈ પણ પરવાનગી વિના વિરોધ કૂચ કાઢીશું.

આ પછી પોલીસ અમારી પર ગુનો દાખલ કરશે તો પણ અમને કોઈ ફિકર નથી, એમ તેમણે જણાવ્યું હતું.દરમિયાન સોલાપુરના પોલીસ કમિશનર અંકુશ શિંદેએ જણાવ્યું હતું કે કોવિડની સ્થિતિને લીધે વિરોધ કૂચને પરવાનગી આપી નહોતી. અમે શહેરભરમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આમ છતાં સવારે 11 વાગ્યે 1000થી 1500 લોકો ભેગા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...