તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન ઇફેક્ટ:40 દિવસમાં રાજ્યમાં વેપારીઓને 50,000 કરોડનું જંગી નુકસાન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 મે પછી સવારે 10થી રાત્રે 8 વચ્ચે નોન એસેન્શિયલ શોપ ખોલવા દેવા માગણી

મહારાષ્ટ્રમાં 15મી મે સુધી 40 દિવસના લોકડાઉનને લીધે આશરે રૂ. 50,000 કરોડનું નુકસાન થશે. આથી સરકારે હવે 15 મે પછી નોન એસેન્શિયલ શોપને રાહત આપવી જોઈએ. તેમને સવારે 10થી રાત્રે 8 વચ્ચે દુકાનો ચાલુ કરવાની પરવાનગી આપી દેવી જોઈએ, એમ ફેડરેશન ઓફ રિટેઈલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું.

ખાસ કરીને મુંબઈમાં હવે નવા કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે. હવે અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે નોન એસેન્શિયલ શોપ્સને સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવાની પરવાનગી આપી દેવી જોઈએ. જો પરવાનગી આપવામાં આવે તો દુકાનદારો પદ્ધતિસર રીતે તેમની કામગીરી ફરીથી શરૂ કરશે. યોગ્ય સાવચેતીઓ રાખશે એવી અમે ખાતરી આપીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

વેપારીઓએ હમણાં સુધી સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો છે. મુંબઈમાં સંપૂર્ણ લોકડાઉનને લીધે હવે કોરોના કેસ ઓછા થઈ ગયા છે. આથી સરકારે મુંબઈ સહિત મહારાષ્ટ્રને અનલોક કરવાનો તુરંત વિચાર કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...