પ્રશ્ન:જુનિયર કોલેજ શરૂ કેવી રીતે કરવી? પ્રિન્સિપાલ અને પ્રોફેસરોની દ્વિધા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વિદ્યાર્થીઓનું રસીકરણ થયું નથી

સોમવાર 4 ઓકટોબરથી સ્કૂલોની સાથે અગિયારમા અને બારમા ધોરણના ક્લાસ પણ ચાલુ કરવાની પરવાનગી સ્કૂલ શિક્ષણ વિભાગ અને મહાપાલિકાએ આપી છે. પણ અત્યારની પરિસ્થિતિમાં જુનિયર કોલેજ શરૂ કેવી રીતે કરવી એવો પ્રશ્ન પ્રિન્સિપાલ અને પ્રોફેસરો સમક્ષ ઊભો થયો છે. કોલેજમાં ભણતા અસંખ્યા વિદ્યાર્થીઓ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. પણ તેમનું કોરોના પ્રતિબંધક રસીકરણ થયું નથી હોવાથી લોકલમાં પ્રવાસની પરવાનગી નથી. તેથી વિદ્યાર્થીઓ કોલેજમાં કેવી રીતે આવશે એવો મોટો સવાલ ઊભો થયો છે.

ઉપરાતં અન્ય કેટલીક સમસ્યાઓ બાબતે મુંબઈની જુનિયર કોલેજના પ્રિન્સિપાલોએ સ્કૂલ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડને પત્ર લખ્યો છે. સ્કૂલ, કોલેજ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગે જારી કરેલ જીઆરમાં આ બાબતે વધુ સ્પષ્ટતા હોવી જોઈએ એવી માગણી પ્રિન્સિપાલોએ કરી છે. કોરોના પ્રતિબંધક રસી ન લેનારા વિદ્યાર્થીઓનું આરોગ્ય અને સુરક્ષાની જવાબદારી કોણ લેશે એવો સવાલ પ્રિન્સિપાલોએ કર્યો છે. જે વિદ્યાર્થીઓ ઉપનગરોમાંથી મુંબઈની કોલેજમાં ભણવા આવશે તેઓ લોકલમાં પ્રવાસ કરી શકશે કે એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવ્યો છે.

ક્લાસ, લાયબ્રેરી, લેબોરેટરીની સ્વચ્છતા અને સેનિટાઈઝેશન કરવા માટે ઘણી કોલેજમાં શિક્ષકેતર કર્મચારીઓની કમી છે. એમાંથી મોટા ભાગના કર્મચારીઓએ રસીનો એક જ ડોઝ લીધો હોવાથી તેમને લોકલ પ્રવાસની પરવાનગી નથી. ઉપરાંત કેટલાક કર્મચારીઓ ચૂંટણીની ડ્યુટી પર હોવાથી લેકચર્સ અને પ્રેકટિકલ્સ કેવી રીતે લેવા એવો પ્રશ્ન પણ કોલેજો સમક્ષ ઊભો છે.

અન્ય સમાચારો પણ છે...