તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:હજી કેટલા મૃત્યુ પછી ઉંઘ ઉડશે સરકારની? ફડણવીસ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટે આવી ઘટના માટે પાલિકાને નિર્દેશ આપવો જોઈએ

ભાસ્કર ન્યૂઝ | મુંબઈ ભાંડુપના ડ્રીમ્સ મોલ સ્થિત સનરાઈઝ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના પછી વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ સમયે પ્રતિક્રિયા આપતા તેમણે રાજ્ય સરકારની ટીકા કરી હતી અને દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ એવી માગણી કરી હતી. આ દુર્ઘટનામાં સરકારની મુંબઈ મહાપાલિકાની અક્ષમ્ય બેદરકારી અને રેઢિયાળપણું સ્પષ્ટ દેખાય છે. આ સંદર્ભે અત્યારે વધુ બોલવું યોગ્ય નથી કારણ કે હંમણાં લોકો દુખી છે. પણ મને એ સમજાતું નથી કે હજી કેટલા જણના મૃત્યુ થયા પછી આ સરકારની ઉંઘ ઉડશે. આ દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કાર્યવાહી થવી જોઈએ. આવી ઘટના ફરીથી ન બને એ માટે ફક્ત ઘોષણા ન કરવી પણ સરકાર તરફથી કાર્યવાહી થવી જોઈએ એવી અમારી અપેક્ષા છે એમ ફડણવીસે જણાવ્યું હતું. કોર્ટે આવી ઘટના માટે સુઓ મોટો નોંધ લઈને મહાપાલિકાને નિર્દેશ આપવો જોઈએ કારણ કે મુંબઈ મહાપાલિકા યંત્રણા અંદરથી સંપૂર્ણપણે સડી ગઈ છે એવી જોરદાર ટીકા ફડણવીસે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો