તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ ગ્રાહકો માટે ખુશખબર:ઘરગથ્થુ વીજ ગ્રાહકોને છત પર સૌર પ્રકલ્પ માટે 40 ટકા સબસિડી મળશે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રકલ્પ થકી તૈયાર થનારી વીજળીની મહાવિતરણ નેટમીટરિંગ દ્વારા ખરીદી કરવામાં આવશે

રાજ્યમાં ઘરગથ્થ વીજ ગ્રાહકો માટે ખુશખબર છે. ઘરની છત પર રૂફટોપ સૌર ઊર્જા પ્રકલ્પ ઊભો કરવા માટે કુલ ખર્ચમાંથી 40 ટકા સબસિડી કેન્દ્રીય અપારંપરિક ઊર્જા વિભાગ પાસેથી મળશે. આ પ્રકલ્પમાં તૈયાર થનારી વીજ મહાવિતરણ બજારભાવે ખરીદી કરશે. આને કારમે પ્રકલ્પ ઊભો કરનારા ઘરગથ્થુ ગ્રાહકોનાં વીજ બિલના ખર્ચમાં મોટી બચત થશે.મહાવિતરણના રાજ્યભરમાં લગભગ પોણાબે કરોડ ઘરગથ્થુ વીજ ગ્રાહકો છે. તેમનાં ઘરની છત પર સૌર પ્રકલ્પ ઊભો કરવા માટે કેન્દ્રીય અપારંપરિક ઊર્જા વિભાગે રૂફટોપ યોજના અંતર્ગત 25 મેગાવેટનો સૌર પ્રકલ્પ ઊભો કરવાની પરવાનગી આપી છે.

આ મુજબ ગ્રાહકો એક કિલોવેટમાંથી દસ કિલોવેટ ક્ષમતાના સૌર પ્રકલ્પ ઊભા કરી શકશે.ત્રણ કિલોવેટ સુધી ક્ષમતા ધરાવતા સૌર પ્રકલ્પ માટે 40 ટકા સબસિડી મળશે. એક કિલોવેટના સૌર પ્રકલ્પ માટે આશરે રૂ. 46,000 ખર્ચ અપેક્ષિત હોઈ તેમાં રૂ. 20,000 સુધી સબસિડી મળશે, જ્યારે ત્રણ કિલોવેટ અને વધુના પ્રકલ્પ માટે વીસ ટકા સબસિડી મળશે, જ્યારે હાઉસિંગ સોસાયટીઓ પાંચસો કિલોવેટ સુધી સૌર પ્રકલ્પ ઊભા કરે તેમને દસ ટકા સબસિડી મળશે. આ પ્રકલ્પ થકી તૈયાર થનારી વીજ સંબંધિત ગ્રાહકો વાપરીને બાકી રહેવા પર તે નેટ મીટરિંગના માધ્યમથી મહાવિતરણને પુરવઠો કરાશે.

પાંચ વર્ષ દેખભાળ એજન્સીની
ઘરની છત પર સૌર પ્રકલ્પ અને તેની યંત્રણા ઊભી કરવા માટે મહાવિતરણે ઝોન અનુસાર એજન્સી નીમી છે. વન ટાઈમ ખર્ચ કરીને પ્રકલ્પ ઊભો કર્યા પછી આગામી પાંચ વર્ષ તેની દેખભાળ- દુરસ્તી કરવાની જવાબદારી સંબંધિત એજન્સી પર રહેશે. આથી ગ્રાહકોને આર્થિક ફટકો નહીં પડશે.

અન્ય સમાચારો પણ છે...