તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:હોટસ્પોટ મહારાષ્ટ્રમાં કોરોનાનાં 11,500 મૃત્યુ સરકારે છુપાવ્યા

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાને કારણે 1 લાખથી વધુ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર દુનિયામાં દસમા ક્રમે

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મહારાષ્ટ્ર હોટસ્પોટ બન્યું છે. કોરોનાના આ સંકટ પર રાજ્ય સરકારે શક્ય તે બધા પ્રયાસ કરીને કોરોનાને માતઆપી, પરંતુ આ જ દરમિયાન કોવિડને લીધે એક લાખથી વધુ મૃત્યુ થયાં છે. જોકે રાજ્ય સરકાર મૃત્યુના આંકડા છુપાવી રહી હોવાનો આરોપ ભાજપ સતત કરતો હતો. હવે રાજ્યમાં 11,617 મૃત્યુની નોંધ જ કરવામાં આવી નથી એવી માહિતી સામે આવી છે.

રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય મંત્રી રાજેશ ટોપે તરફથી સતત કહેવામાં આવે છે કે રાજ્યમાં દર્દીઓની, મૃતકોની આંકડાવારી છુપાવવામાં આવતી નથી, પરંતુ આંકડાવારી જાહેર કરાય તે જ રીતે જારી કરવામાં આવી છે. જોકે તેમાં 11,617 મૃત્યુની નોંધ જ કરવામાં આવી નથી એવું બહાર આવ્યું છે. આ પરથી ભાજપે હવે ફરી એક વાર ઠાકરે સરકાર પર વિશાન સાધ્યું છે.

હવે તો પ્રામાણિકતા બતાવોઃ ફડણવીસ
રાજ્યના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે કોરોનાનાં ઓછા-વત્તા મૃત્યુ એ પ્રતિષ્ઠા કે અપ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી, પરંતુ કોરોના વિરુદ્ધની લડાઈમાં તે મહત્ત્વનો સંદર્ભ છે. આથી જ તેમાં પારદર્શકતા વધુ મહત્ત્વની હોય છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ છુપાવશો નહીં એવો પત્રવ્યવહાર મેં સતત કર્યો છે. અનેક વાર અવાજ ઉઠાવ્યો છે. જોકે સરકાર અવાજ ઉઠાવનારાને મહારાષ્ટ્રદ્રોહી, મહારાષ્ટ્રની બદનામી કરનાર તરીકે ઠરાવવામાં મગ્ન છે. હવે તો કમસેકમ આ વધારાનાં મૃત્યુ બતાવો.

મૃત્યુની બાબતમાં મહારાષ્ટ્ર ક્યાં છે
ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. 1 લાખ કોવિડગ્રસ્તોનાં મૃત્યુ થવાથી મહારાષ્ટ્ર દેશમાં મૃત્યુની બાબતમાં પ્રથમ અને દુનિયામાં દસમા ક્રમે પહોંચ્યું છે. તેમાં હવે છુપાવેલાં મૃત્યુના આંકડાની માહિતી સામે આવી છે. ઉદ્ધવ ઠાકરે સરકાર ફક્ત પીઆર કરીને બેસ્ટ સીએમ થવાના ગુણગાન ગાય છે. જોકે આંકડાવારી ઓછી બતાવીને અને છુપાવીને સત્ય છુપાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...