દંડાત્મક કાર્યવાહી:MRPથી 10 વધુ લેનારી હોટેલને રૂ. 2 લાખનો દંડ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ સ્થિત એક હોટેલને આઈસ્ક્રીમ પેક પર એમઆરપી કરતાં રૂ. 10 વધુ લેવા માટે ગ્રાહક ફરિયાદ નિવારણ મંચે રૂ. 2 લાખનો દંડ અને રૂ. 15,000ની ભરપાઈ આપવાનો આદેશ આપ્યો છે.આ કેસનો ફરિયાદી પીએસઆઈ ભાસ્કર જાધવ છે, જે 8 જૂન, 2014ના રોજ મુંબઈ સેન્ટ્રલ પાસેની શગુન હોટેલમાં ગયો હતો અને આઈસક્રીમ પેક માગ્યું હતું. તેમાં એક પેક ખરીદી પર એક મફતની ઓફર હતી. હોટેલે 700 ગ્રા પેકના રૂ. 175 લીધા, જ્યારે પેક પર રૂ. 165 એમઆરપી હતી. પીએસઆઈએ રૂ. 10 પાછા આપવા જણાવતાં તે કૂલિંગ ચાર્જ છે એમ કહીને પાછા આપ્યા નહોતા.જાધવે બિલ માગતાં રૂ. 175નો કેશ મેમો આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...