તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કોરોના માટે અનામત હોસ્પિટલો હવેથી અન્ય રોગોના દર્દીઓ માટે ખુલ્લી મૂકાઈ

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય રોગોની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવા દર્દીઓની સારવાર વ્યવસ્થામાં ફેરફારનો આદેશ

દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે છતાં કોરોનાના સંક્રમણની સંભવિત બીજી લહેરની શક્યતા હોવાથી કોરોનાગ્રસ્ત દર્દીઓના પ્રમાણ અનુસાર જિલ્લા હોસ્પિટલોનું વ્યવસ્થાપન કરવાની સૂચના આરોગ્ય વિભાગે જિલ્લાઓને આપી છે. કોરોના અને નોન-કોરોના સારવારનો મેળ સાધવા આધુનિક સુવિધાઓ સહિત સારવાર વિશેષ (સુપર સ્પેશિયાલિટી) હોસ્પિટલો કોરોના હોસ્પિટલો તરીકે રાખવાની જરૂર નથી એવો આદેશ તમામ જિલ્લાઓને આપવામાં આવ્યો છે. એના લીધે અન્ય દર્દીઓને રાહત મળશે.

કોરોનાના રોગચાળાના સમયમાં તમામ આરોગ્ય વ્યવસ્થા કોરોના કેન્દ્રિત થવાથી અન્ય રોગોની સેવા થોડા પ્રમાણમાં બંધ થઈ. આધુનિક સારવાર આપતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો કોરોના હોસ્પિટલો તરીકે કાર્યરત હોવાથી તાત્કાલીક જરૂરી ન હોય એવા ઓપરેશન રખડી પડ્યા છે. સંક્રમણની તીવ્રતા છેલ્લા થોડા દિવસોથી ઓછી થવાથી હવે અન્ય રોગોની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવાના ઉદ્દેશથી દર્દીઓની સારવાર વ્યવસ્થામાં ફેરફાર કરવાનો આદેશ આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને આપી છે.

દર્દીઓની સંખ્યાના પ્રમાણ અનુસાર કોરોનાની સારવારની પૂર્ણ જવાબદારી જિલ્લા અને શહેરોની ખાસ હોસ્પિટલોને સોંપવી, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોને કોરોના હોસ્પિટલ તરીકે અનામત રાખવાની જરૂર નથી એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જિલ્લા હોસ્પિટલો, સરકારી મેડિકલ કોલેજોમાં કોરોના અને અન્ય રોગોની સારવારની સુવિધાઓનું સંતુલન જાળવવામાં આવે. દરેક તાલુકા માટે વિશિષ્ટ કોરોના કેર સેંટર, કોરોના આરોગ્ય કેન્દ્ર અને કોરોના હોસ્પિટલો નિશ્ચિત કરવી એમ જિલ્લા અને મહાપાલિકા સ્તરના કોરોના કૃતિ દળને સૂચના આપવામાં આવી છે.

આદેશના મુદ્દાઓ : કોરોનાગ્રસ્તોનું પ્રમાણ 7 ટકા કરતા ઓછું હોય તો દર્દીઓની સંખ્યા અનુસાર જિલ્લા અને મહાપાલિકા સ્તરે ઓછામાં ઓછા પાંચથી સાત કોરોના હોસ્પિટલો કાર્યરત રાખવી. 7 થી 10 ટકા કોરોનાગ્રસ્તોનું પ્રમાણવાળા ઠેકાણે સરકારી મેડિકલ કોલેજો અને દરેક શહેર અને તાલુકા વિભાગની એક હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે કાર્યાન્વિત કરવી. કોરોનાગ્રસ્તોનું પ્રમાણ 11 થી 15 ટકા હોય તો જરૂરિયાત અનુસાર વધુ 20 ટકા કોરોના હોસ્પિટલો કાર્યરત રાખવી. 16 થી 20 ટકા કોરોનાગ્રસ્તોનું પ્રમાણવાળા ઠેકાણે વિવિધ રોગોની સારવાર આપતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો કોરોના માટે કાર્યાન્વિત કરવી. 20 ટકાથી વધારે કોરોનાગ્રસ્તોનું પ્રમાણ હોય તો કોરોના માટે પહેલાં પસંદ કરેલી તમામ પ્રકારની હોસ્પિટલો કોરોનાની સારવાર માટે ખોલવી એમ નોંધવામાં આવ્યું છે.

સારવારની દષ્ટિએ પુનર્પ્રશિક્ષણ : કોરોનાના રોગચાળાની શરૂઆતના તબક્કામાં સારવારની દષ્ટિએ પ્રશિક્ષણ લીધું હોય છતાં વચ્ચેના સમયગાળામાં નવેસરથી ઉદભવેલી બાબતો, મેડિકલ સારવારની નિયમાવલીમાં ફેરફારના પગલે પુનર્પ્રશિક્ષણ લેવાનો આદેશ પણ વિભાગે આપ્યો છે. 50 ટકા દવાઓનો સ્ટોક જરૂરી : કોરોનાના ફેલાવો વધુ હોય એવા સમયમાં જરૂરી દવાઓ અને અન્ય સાધનસામગ્રીઓનો ઓછામાં ઓછા 50 ટકા દવાઓ હંમેશા ઉપલબ્ધ રહે એનું ધ્યાન હોસ્પિટલો અને જિલ્લા કે મહાપાલિકા સ્તરે રાખવું. આગામી 15 દિવસનો સ્ટોક પણ કરી રાખવો એવો આદેશ પણ આરોગ્ય વિભાગે આપ્યો છે.

ક્ષેત્રીય સ્તરે ટીમ હોમ ક્વોરન્ટાઈનમાં વધુ દર્દીઓ છે. તેમની દેખરેખ માટે જિલ્લા અને મહાપાલિકા સ્તરે ઝીણવટભર્યું નિયોજન કરવું. દર્દીઓની સંખ્યા ઓછી થાય તો પણ નજીકના સંપર્કના લોકોની શોધ અને તપાસણીઓ કરવી. વૃદ્ધાશ્રમ, સ્થળાંતરિત શ્રમિકોની વસતિ, ઔદ્યોગિક કોલોનીઓ વગેરેમાં ફેલાવો વધવાની શક્યતાવાળા ઠેકાણાઓ પર ખાસ ધ્યાન આપવું. એના માટે ઉપકેન્દ્રો અને વોર્ડ સ્તરે ટીમોને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો