બેદરકારી:તાત્કાલીક સારવાર અંગેની રૂપરેખા તૈયાર કરવામાં હોસ્પિટલની બેદરકારી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં 612માંથી ફક્ત 21 હોસ્પિટલોએ રૂપરેખા તૈયાર કરી રાખી છે

હોસ્પિટલોમાં થતી દુર્ઘટનાઓ રોકવા માટે મહાપાલિકા પ્રશાસને સરકારી, મહાપાલિકા અને ખાનગી હોસ્પિટલોને આપ્તકાલીન વ્યવસ્થાપન રૂપરેખા તૈયાર કરવાનો આદેશ આપ્યાને એક વર્ષ વીતી ગયું છે. છતાં 612માંથી ફક્ત 21 હોસ્પિટલોએ મહાપાલિકા પાસે આપ્તકાલીન વ્યવસ્થાપન રૂપરેખા તૈયાર કરીને રજૂ કરી છે. એના પરથી હોસ્પિટલોની બેદરકારી દેખાય આવે છે.

મુંબઈમાં નાનીમોટી હોસ્પિટલો, નર્સિંગ હોમની સંખ્યા મોટી છે. આ હોસ્પટિલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે જાય છે. કેટલીક હોસ્પિટલોમાં શિશુની ચોરી તેમ જ દર્દીના મૃત્યુ બાદ એના સગાસંબંધીઓ દ્વારા ગુસ્સે થઈને ડોકટર, નર્સોની કરવામાં આવતી મારપીટની ઘટનાઓ કેટલીક હોસ્પિટલમાં બની છે. નાનીમોટી આગ લાગવાની ઘટનાઓ પણ હોસ્પિટલોમાં બની છે.

ભવિષ્યમાં આવું કંઈ ન થાય એ માટે પ્રશાસને ગયા વર્ષે સરકારી, મહાપાલિકા અને ખાનગી હોસ્પિટલોને આપ્તકાલીન વ્યવસ્થાપન રૂપરેખા તૈયાર કરીને રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. એના માટે 612 હોસ્પિટલોની યાદી તૈયાર કરવામાં આવી હતી. એમાં 28 સરકારી, 32 મહાપાલિકા અને 552 ખાનગી હોસ્પિટલોનો સમાવેશ હતો.

મહાપાલિકાના આપ્તકાલીન વ્યવસ્થાપન વિભાગે હોસ્પિટલોને આપ્તકાલીન વ્યવસ્થાપન રૂપરેખાનો મુસદ્દો તૈયાર કરીને 5 ફેબ્રુઆરી 2021થી તબક્કાવાર 321 હોસ્પિટલને ઈમેઈલ દ્વારા મોકલ્યો હતો. એમાંથી સરકારની 28, મહાપાલિકાની 32 અને ખાનગી 261 હોસ્પિટલોને મુસદ્દો મોકલવામાં આવ્યો હતો.

એમાંથી મહાપાલિકાની 4, સરકારી એક અને ખાનગી 16 એમ કુલ 21 હોસ્પિટલોએ આપ્તકાલીન વ્યવસ્થાપન રૂપરેખા રજૂ કરી છે. મુસદ્દો ન મોકલ્યો હોય એવી બાકીની લગભગ 291 હોસ્પિટલોનો ઈમેઈલ આઈડી ન હોવાથી તેમને મુસદ્દો મોકલવાનું કામ ચાલુ છે એમ મહાપાલિકા અધિકારીએ જણાવ્યું હતું.

કાર્યવાહી કરવામાં આવશે
હોસ્પિટલોને રૂપરેખાનો મુસદ્દો તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે. આ મુસદ્દામાં ફક્ત માહિતી નોંધવાની છે. છતાં મોટા ભાગની હોસ્પિટલોએ રૂપરેખા મોકલી નથી. વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ અનુસાર આ હોસ્પિટલોને બે રિમાઈન્ડર લેટર મોકલવામાં આવશે.

એ પછી પણ રૂપરેખા તૈયાર ન કરનાર હોસ્પિટલોએ કાર્યવાહીનો સામનો કરવો પડશે એવો ઈશારો આપ્તકાલીન વ્યવસ્થાપન વિભાગના સંચાલક મહેશ નાર્વેકરે આપ્યો હતો. આપ્તકાલીન વ્યવસ્થાપન રૂપરેખા બનાવીને મહાપાલિકાને રજૂ કરવા બાબતે તમામ સંબંધિત હોસ્પિટલોને રિમાઈન્ડર લેટર મોકલવામાં આવશે. એ પછી પણ રૂપરેખા રજૂ ન કરનાર હોસ્પિટલ પર આપ્તકાલીન વ્યવસ્થાપન કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એમ મહાપાલિકા અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...