સન્માન:સાસરીમાં અભ્યાસ પૂરો કરનારી કચ્છી ગૃહિણીઓનું સન્માન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બી.બી. એમ. હાઇસ્કુલ, બિદડા કચ્છમાં “શિક્ષિત ગૃહિણી સન્માન સમારંભ” રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે પરણ્યા પછી પોતાના સાસરામાં રહીને પોતાનું ભણતર - પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખવા માટે અને પૂર્ણ કરવા માટે બિદડા અને આસપાસનાં ગામો પીપરી, તલવાણા, ફરાદી, મોટા ફળિયા, નાની ખાખર, મોટી ખાખર અને દેશલપરની પરિણીત દીકરીઓ અને પરણીને આવેલી વહુઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો કોન્સેપ્ટ વિદ્યાલયના વ્યવસ્થાપક અને મેન્ટર દિલીપભાઈ દેશમુખનો હતો અને અમલ વિદ્યાલયના આચાર્ય રાજેશભાઈ સોરઠીયાના નેતૃત્વમાં શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો. 78 વર્ષીય સિનિયર સિટીઝનનું પણ સન્માન : આ કાર્યક્રમમાં બિદડા પાંચાળાનાં ગામોમાંથી વિવિધ ડિગ્રીઓનો- ધોરણ 12 , એલ.એક.બી., બી.એ., બી.એડ, એમ.એ., એમ.બી.એ. , એમ.એસ.ડબ્લ્યુ. અને પી.એચ.ડી. કરેલા બહેનો સન્માન સ્વીકારવા માટે પધારી હતી.

જુદાં જુદાં ગામોમાંથી અને મુંબઈથી પણ નામ રજિસ્ટર થયાં હતાં. એમાં સૌથી વિશેષ વાત હતી કે ૭૮ વર્ષનાં પુષ્પાબેન ધીરજભાઈ શાહ ખાસ આ કાર્યક્રમમાં મુંબઈથી સન્માન લેવા માટે પધાર્યાં હતાં. કાર્યક્રમમાં હાજર આગેવાનો : આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કોમલભાઈ છેડા, મુખ્ય અતિથિ તરીકે કચ્છ જિલ્લા પંચાયતનાં અધ્યક્ષા પારૂલબેન કારા અને કચ્છ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ તથા અતિથિ વિશેષ તરીકે માંડવી તાલુકાના પીજીવીસીએલમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં તૃપ્તિબેન તથા માંડવી તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં હંસાબેન આલ, દિલીપભાઈ દેશમુખ, કચ્છ યુવક સંઘના કચ્છ જિલ્લાના શિક્ષણ પ્રભારી પંકજભાઈ શાહ અને શિશુમંદિરના વ્યવસ્થાપક હરેશભાઈ હળપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...