તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મુંબઈમાં બેઘર-આધારકાર્ડ વિનાના લોકોને રસી મૂકાશે

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થળાંતરિત શ્રમિકોના રસીકરણ માટે પણ કાર્યક્રમ

મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. છેલ્લા થોડા દિવસોથી મુંબઈમાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. કોરોનાનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે મહાપાલિકા સખત પ્રયત્ન કરી રહી છે. મહાપાલિકા તરફથી કરવામાં આવતી ઉપાયયોજનાઓની માહિતી મેયર કિશોરી પેડણેકરે આપી હતી. ફેરિયાઓની નોંધણી થઈ ચૂકી છે.

બેત્રણ બાબતોમાં મહાપાલિકાએ ધ્યાન આપવું પડશે. સંસદસભ્ય અરવિંદ સાવંતે આ સંદર્ભે પત્રવ્યવહાર કર્યો છે. જૈન મુનીઓ પાસે આધારકાર્ડ નથી. એ સાથે જ બેઘર લોકોનું રસીકરણ કેવી રીતે કરશો? જેઓ થોડા સમય માટે આવ્યા છે પણ તેમની પાસે કોઈ પુરાવો નથી એવા ઘટકોનો વિચાર થવો જરૂરી છે અને મહાપાલિકા તેમનો વિચાર કરી રહી છે. તેમની નોંધણી કરવા સંદર્ભે વિચાર કરવામાં આવી રહ્યો છે. સ્થળાંતરિત શ્રમિકોની માહિતી છે જેમાંથી કાર્યવાહી કરવામાં આવશે કારણ કે તેઓ રસીકરણથી વંચિત રહેશે તો કોરોના ફરીથી ફેલાશે એવી ચિંતા વ્યક્ત કરતા પેડણેકરે માહિતી આપી હતી.

ફેરિયાઓના ઝોન તૈયાર કરતા આ નોંધણી કરવામાં આવી છે. તેથી જે મદદની ઘોષણા કરવામાં આવી છે એ પૂરી કરવામાં આવશે એમ મેયરે જણાવ્યું હતું. મહાપાલિકા નાના બાળકોના વોર્ડ તૈયાર કરવા માટે જગ્યા શોધી રહી છે. નાના બાળકો માટે ઘોડિયાઘર તૈયાર કરવાનો પણ પ્રયત્ન ચાલુ છે. 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓ અને ફ્રંટ લાઈન કોવિડ યોદ્ધાઓ સીધા રસીકરણ કેન્દ્રમાં જઈે રસીનો બીજો ડોઝ લઈ શકે છે, આવા 59 કેન્દ્ર છે. એની માહિતી દરેક વોર્ડને આપવામાં આવશે. દરેક વોર્ડની બહાર આ રસીકરણ કેન્દ્રની માહિતી ઉપલબ્ધ કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો