નિર્ણય:વિદ્યાર્થિનીની સુરક્ષા માટે હવે પાલિકાની શાળામાં હોમગાર્ડ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુણેની શાળામાં વિનયભંગની ઘટના બાદ રાજ્ય સરકારનાં પગલાં

રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે હોમગાર્ડસના જવાનોની મદદ લેવામાં આવશે. ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય લેવાઈ શકે છે. આ માટે શાળાઓની યાદી રજૂ કરવાની સૂચના શિક્ષણ વિભાગના કમિશનર કાર્યાલયને આપવામાં આવી છે.રાજ્યમાં પુણે ખાતે શાળા વિદ્યાર્થિનીનો વિનયભંગ થયાની ઘટના પછી રાજ્ય સરકારે જિલ્લા પરિષદ સાથે અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની શાળાઓની સુરક્ષા સંબંધમાં હોમગાર્ડસના જવાનોની સેવા ઉપલબ્ધ કરવા બાબતે હિલચાલ શરૂ કરી છે. આ સંબંધમાં શાળા શિક્ષણ વિભાગના પ્રધાન સચિવની અધ્યક્ષતામાં યંત્રણાના અધિકારીઓની બેઠક થઈ હતી.

તેમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પરિષદ સાથે અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની શાળાઓ ચાલુ થાય અથવા બંધ થાય ત્યારે શાળાની સામે હોમગાર્ડસના જવાનો તહેનાત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી છે. આ મુજબ કેટલી શાળાને હોમગાર્ડસની જરૂર છે તેની તપાસ કરીને આ સંબંધમાં વિગતવાર પ્રસ્તાવ શિક્ષણ કમિશનરને રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત સરકારી શાળાઓમાં જિલ્લા પરિષદ, નગરપાલિકા, મહાનગરપાલિકા યંત્રણાની શાળાઓનો સમાવેશ હોવાથી જવાનોને આપવામાં આવનારું મહેનતાણું બાબતે ભંડોળની ઉપલબ્ધતા વિશે ગૃહ વિભાગ સાથે ચર્ચા કરીને આગામી નિર્ણય લેવાશે.

રાજ્યમાં 44,000 જવાનો
રાજ્યમાં હોમગાર્ડસ દળના કુલ 53,000 જવાન છે, જેમાંથી 44,000 કાર્યરત છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે હોમગાર્ડના મહાસમાદેશક કાર્યાલય પાસે માગણી કર્યા પછી તુરંત જવાનો ઉપલબ્ધ કરી અપાશે.

અન્ય સમાચારો પણ છે...