તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રાજ્ય સરકારની પરવાનગી મળતાં મહાપાલિકા દ્વારા ઘેરઘેર રસીકરણ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 22 જૂન પૂર્વે રાજ્ય સરકાર નિર્ણય લે તો અમલબજાવણી કરવા માટે પ્રશાસને તૈયારી બતાવી

બિછાને પડેલા અન ઘરથી બહાર નીકળી ન શકતા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓને તેમના ઘરે જઈને કોરોનાની રસી આપવા ઘેરઘેર રસીકરણ શરૂ કરવાનો ગંભીરતાથી વિચાર કરો એમ મુંબઈ હાઈ કોર્ટે છેલ્લા થોડા મહિનાથી વારંવાર જણાવ્યું છે. જોકે કેન્દ્ર સરકારે ફરીથી એ માટે નકાર આપ્યો હતો. આ પાર્શ્વભૂમિ પર આવી વ્યક્તિઓ માટે ઘેરઘેર રસીકરણ શરૂ કરવાનો વિચાર રાજ્ય સરકાર કરી રહી છે એવું કોર્ટ સમક્ષ આવવાથી અને રાજ્ય સરકાર નિર્દેશ આપશે તો એવી ઝુંબેશ શરૂ કરવાની તૈયારી હોવાની ભૂમિકા મુંબઈ મહાપાલિકાએ રજૂ કરતા હવે ફક્ત રાજ્ય સરકારના નિર્ણયની રાહ જોવાય છે.

ઘેરઘેર રસીકરણના પ્રશ્ન પર રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે એ માટે અમે આ પ્રકરણની સુનાવણી 22 જૂન સુધી મોકુફ રાખીએ છીએ. એ પહેલાં રાજ્ય સરકાર નિર્ણય લેશે તો આ ઝુંબેશની અમલબજાવણી કરવા માટે તમામ સંબંધિત પ્રશાસન મુક્ત છે એમ મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું. હાઈ કોર્ટના વકીલ એડવોકેટ ધૃતી કાપડીયા અને એડવોકેટ કુણાલ તિવારીએ કરેલી આ બાબતની જનહિત અરજી પર ઔરંગાબાદમાં મુખ્ય જજ દીપાંકર દત્તા અને મુંબઈના જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગથી લીધી હતી.

કેરળ, જમ્મુ અને કાશ્મીર વગેરે રાજ્યોમાં પહેલેથી જ કેન્દ્ર સરકારના ધોરણ વિના જ ઘેરઘેર રસીકરણ ચાલુ છે ત્યારે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોએ શા માટે રાહ જોવી જોઈએ? ઉપરાંત મુંબઈ મહાપાલિકાએ 10 જૂનના ફરીથી પરવાનગી માગી હોવાથી એના પર શું ભૂમિકા છે એનો જવાબ ખંડપીઠે કેન્દ્ર સરકાર પાસે માગ્યો હતો. એના પર કેન્દ્ર તરફથી અતિરિક્ત સોલિસીટર જનરલ અનિલસિંહે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના અતિરિક્ત સચિવનો પત્ર દેખાડીને ભૂમિકા રજૂ કરી હતી.

ખંડપીઠે અનેક પ્રશ્ન ઉપસ્થિત કર્યા
કેન્દ્ર સરકાર પહેલેથી જ માર્ગદર્શક ધોરણો જાહેર કરી રહી છે. એનું પાલન કરવું તમામ રાજ્યોથી અપેક્ષિત છે. નિષ્ણાતોની સમિતિ નેગવેકની ભલામણ પ્રમાણે બિછાને પડેલા વ્યક્તિઓ અને દિવ્યાંગ નાગરિકો માટે સામાજિક કલ્યાણ કેન્દ્ર, હાઉસિંગ સોસાયટીઓ, પંચાયત ઘર, સ્કૂલ-કોલેજની ઈમારતો, વૃદ્ધાશ્રમો વગેરેના માધ્યમથી વધુમાં વધુ ઘર નજીક રસીકરણ કરવું એમ તમામ રાજ્યોને જણાવ્યું છે. હાલ રસીકરણ પછીની સંભવિત આડઅસર, રસી ખરાબ હોવી, રસી માટે જરૂરી કોલ્ડસ્ટોરેજ, રસી ફોગટ જવા ન દેવી, જેવા વિવિધ કારણોસર ઘેરઘેર રસીકરણનું ધોરણ તૈયાર કરી શકાશે નહીં એમ સિંહે સ્પષ્ટ કર્યું હતું.

ત્યારે કેન્દ્રનું ધોરણ નહીં, રાજ્ય સરકારે પણ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લેવો એવી કેન્દ્રની ભૂમિકા છે કે? કેરળ સરકારે અધિકૃત અધિસૂચના કાઢીને એ શરૂ કર્યું. તેમને તમે પત્ર દ્વારા લેખિતમાં રોકી કે? કેરળ પ્રમાણે મહારાષ્ટ્ર પણ શરૂ કરે તો તમે રોકશો કે? એવા અનેક પ્રશ્ન ખંડપીઠે ઉપસ્થિત કર્યા હતા. એના પર કેન્દ્ર સરકારના ફક્ત માર્ગદર્શક ધોરણો છે એમ સિંહે જણાવ્યું હતું.

તો મહાપાલિકા ઝુંબેશ શરૂ કરશે
બીજ તરફ ઉતરાખંડ હાઈ કોર્ટે પણ ઉતરાખંડ સરકારને ઘેરઘેર રસીકરણનો વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ બાબતે વિચાર થઈ રહ્યો છે એવા સમાચાર છપાયા છે એમ એડવોકેટ કાપડીયાએ ધ્યાનમાં લાવ્યું હતું.

સરકારી વકીલે પણ આ બાબતે માહિતી લઈને જણાવશું એમ કોર્ટને જણાવ્યું. રાજ્ય સરકાર ઘેરઘેર રસીકરણનો નિર્ણય લઈને જણાવશે તો મુંબઈ મહાપાલિકા આ ઝુંબેશ શરૂ કરશે એમ મહાપાલિકા તરફથી વરિષ્ઠ વકીલ એડવોકેટ અનિલ સાખરેએ રજૂઆત કરી હતી. તેથી આખરે ખંડપીઠે બધી બાબતોને આદેશમાં નોંધીને રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે એ માટે આગામી સુનાવણી 22 જૂનના રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...