તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે હોમ ક્વોરન્ટાઈનનો સમય 17 દિવસ

મુંબઈ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ સમયગાળામાં કોઈ છૂટ આપવામાં આવી નથી પાલિકાની સ્પષ્ટતા

લક્ષણો વિનાના કે સૌૈમ્ય લક્ષણોવાળા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે હોમ ક્વોરન્ટાઈનનો સમયગાળો 17 દિવસનો કરવામાં આવ્યો હોવાનું મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું. આ સમયગાળાનું પાલન થાય એ જરૂરી હોવાથી એમાં કોઈ કપાત કરવામાં આવી નથી એમ આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે. હોમ ક્વોરન્ટાઈન સંદર્ભે મહાપાલિકાએ તાજેતરમાં સુધારેલ વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી હતી.

આ સૂચનાઓ અનુસાર કુલ 17 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવાનું હશે. લક્ષણો વિનાના (અસિમ્પ્ટોમેટિક) અથવા સૌમ્ય લક્ષણોવાળા દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન રહીને અને સાથે જ યોગ્ય સારવાર તથા દવાઓ લઈને ઝટ સાજા થઈ શકે છે. આવા દર્દીઓ કોરોનાગ્રસ્ત થયાનું સ્પષ્ટ થયા પછી 10 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહે. એ પછી મહાપાલિકાના મેડિકલ અધિકારી ટીમની સલાહથી જ ડિસ્ચાર્જ મળ્યાનું માનવામાં આવશે. એના માટે સંબંધિત દર્દીએ તેના વોર્ડના મેડિકલ અધિકારી (આરોગ્ય) ટીમ પાસે 10 દિવસ પૂરા થયા પછી તબિયતની તાજી સ્થિતિ જણાવવી જરૂરી રહેશે. એ પછી અન્ય તમામ દર્દીઓની જેમ વધુ 7 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવાનું હશે.

આમ દસ વત્તા સાત એમ કુલ 17 દિવસ હોમ ક્વોરન્ટાઈનનો સમય પૂરો કરવો જરૂરી છે. એમાં કોઈ છૂટ આપવામાં આવી નથી એમ મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે. તેમ જ હોમ ક્વોરન્ટાઈનનો સમય યોગ્ય રીતે પાળીને સહયોગ આપવો એવી હાકલ સાર્વજનિક આરોગ્ય ખાતાના કાર્યકારી અધિકારી ડો. મંગલા ગોમારેએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો