તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો:પ્રેમ વ્યક્ત કરવા હાથ પકડવો એ અત્યાચાર નથી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • સગીર છોકરી પર અત્યાચારના 27 વર્ષના આરોપીને આગોતરા જામીન

અજાણતા અથવા કોઈ પણ લૈંગિક હેતુ વિના કરવામાં આવેલો કોઈ પણ શારીરિક સંપર્ક લૈંગિક અત્યાચાર ગણાતો ન હોવાથી એ પોક્સો અંતર્ગત ગુનો નથી એવું નિરીક્ષણ નોંધતા મુંબઈ હાઈ કોર્ટે સગીર છોકરી પર અત્યાચાર કર્યાના આરોપવાળા 27 વર્ષના યુવકના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપીએ 17 વર્ષની સગીરા પર અત્યાચાર કર્યો. તેથી એના પર પોક્સો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો. ફરિયાદી છોકરીના જણાવ્યા અનુસાર એ ટ્યુશનમાં જતી હતી ત્યારે પડોશના યુવકે એને રસ્તામાં અટકાવી અને પ્રેમ વ્યક્ત કર્યો. એણે નકાર આપતા યુવકે સગીરાનો હાથ પકડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી સંબંધિત છોકરી ખૂબ ગભરાઈ ગઈ અને ત્યાંથી જતી રહી.

ફરિયાદ અનુસાર આરોપીએ આ વાત કોઈને પણ ન જણાવવાની ધમકી આપી. ઉપરાંત છોકરીની આબરૂ ખરાબ કરવાની ધમકી પણ આપી. યુવકે સગીરાના નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કરીને એની બહેનપણીઓ સાથે વાતચીત શરૂ કરી. એ સગીરાના દરવાજા સામે ઊભો રહીને મેસેજ મોકલતો. આરોપી જે નજરથી સગીરાને જોતો એના લીધે માનહાની થતી. એક રીતે એનો વિનયભંગ થતો.

છોકરીના પિતાએ હસ્તક્ષેપ કરતા આરોપીએ છોકરીને ફરીથી ત્રાસ ન આપવાનું આશ્વાસન આપ્યું. છતાં એ ત્રાસ આપતો રહ્યો. ઉપરાંત છોકરીના પિતાને પણ ધમકી આપી. 8 મહિના સુધી આ ત્રાસ સહન કર્યા બાદ છોકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બારામતી શહેર પોલીસે આરોપી પર આઈપીસી અંતર્ગત અને પોક્સો અંતર્ગત ગુનો નોંધ્યો. છોકરી સગીર હોવાથી પોલીસે આરોપી પર પોક્સો લગાડ્યો. પોક્સો અંતર્ગત ગુનો બિનજામીનપાત્ર હોવાથી આરોપીનો જામીન પર છૂટકારો થતો નહોતો. આખરે આરોપીએ હાઈ કોર્ટમાં દાદ માગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો