તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઘાડીની નીતિને ફટકો:નવી મુંબઈમાં ભાજપને માત આપવા મહાવિકાસ આઘાડીની નીતિને ફટકો

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 10 સેક્યુલર પક્ષ અને સંગઠનોએ નવી મુંબઈ વિકાસ આઘાડી બનાવતાં રસાકસી વધી

નવી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા માટે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સફળ ફોર્મ્યુલા પર નવી મુંબઈમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી અને શિવસેનાએ એકત્ર લડવાનો નિર્ણય જાહેર કરાયો છે ત્યારે બીજી બાજુ રિપબ્લિકન સેના, શેતકરી કામગાર પક્ષ, સમાજવાદી પાર્ટી સહિત 10 સેક્યુલર પક્ષો અને સંગઠનોએ એકત્ર આવીને નવી મુંબઈ વિકાસ આઘાડીના માધ્યમથી આ ચૂંટણીમાં ઊતરવાનો નિર્ણય લીધો છે. આને કારણે મહાવિકાસ​​​​​​​આઘાડીની રણનીતિ પર ફટકો પડ્યો છે. હવે અહીં ત્રિરંગી લડત થવાનાં ચિહનો છે. આથી ચૂંટણી વધુ રસાકસીભરી બની રહેશે.

કોરોનાને લીધે એક વર્ષ લંબાયેલી નવી મુંબઈ મહાપાલિકાની સાર્વત્રિક ચૂંટણી આગામી એપ્રિલ મહિનામાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી બધા જ રાજકીય પક્ષો, સંગઠનોએ આ ચૂંટણીમાં ઊતરવા માટે જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. મહાપાલિકામાં હાલ ભાજપ – આરપીઆઈ આઠવલે જૂથ સત્તામાં છે. તેમને ધૂળ ચખાડવા માટે કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શિવસેનાની મહાવિકાસ આઘાડીએ કમર કસી છે. આને કારણે બંને તરફ નગરસેવકો અને પદાધિકારીઓને ફોડવાનું રાજકારણ હાલમાં જોરમાં છે.

આ વચ્ચે નવી મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોવર્ષ કામ કરતી રિપબ્લિકન સેના, શેતકરી કામગાર પક્ષ, સમાજવાદી પાર્ટી, માર્કસવાદી લાલબાવટા, ઘર હક સંઘર્ષ સમિતિ, સોશિયલિસ્ટ પાર્ટી, આરપીઆઈ આર.કે. જૂથ, જનતા દળ સેક્યુલર, મહારાષ્ટ્ર જનશક્તિ સેના, સીપીએમ જેવા સેક્યુલર પક્ષ અને સંગઠનોએ મહાવિકાસ આઘાડીએ અવગણના કરતી હોવાથી 10 સેક્યુલર પક્ષો અને સંગઠનોએ એકત્ર આવીને નવી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ઊતરવાનો નિર્ણય લીધો છે, એમ રિપબ્લિક સેનાના નવી મુંબઈ પ્રમુખ અને નવી મુંબઈ વિકાસ આઘાડીના સભ્ય ખાજામિયાં પટેલે જણાવ્યું હતું.

111 બેઠક પરથી ચૂંટણી લડશે
10 ફેબ્રુઆરીએ નવી મુંબઈ વિકાસ આઘાડીનો લોકાર્પણ સમારંભ વાશીના વિષ્ણુદાસ ભાવે નાટ્યગૃહમાં સાંજે યોજાશે, જે સમયે રિપલ્બિકન સેનાના સરસેનાની આનંદરાજ આંબેડકર, સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ અસીમ આઝમી, શેતકરી કામગાર પક્ષના વિધાનસભ્ય જયંત પાટીલ અને અન્ય પક્ષ અને સંગઠનના મુખ્ય પદાધિકારી હાજર રહેશે. નવી મુંબઈ વિકાસ આઘાડી વતી 111 બેઠક લડાવવામાં આવશે, જેથી આ ચૂંટણી ધનશક્તિ વિરુદ્ધ ધનશક્તિ રહેશે, એવી ચર્ચા છે. જોકે એ વાત નિશ્ચિત છે કે નવું સમીકરણ ઊભું થતાં કાયમ કરતાં આ વખતની ચૂંટણી અલગ રહેશે એ નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો